Gujrat News: રાજ્ય સરકાર બનાવશે નવી 607 આંગણવાડી કેન્દ્ર, આ સુવિધા હશે ઉપલબ્ધ

Bhupendra Patel: રાજ્યમાં બાળકોને પાયા માંથી શિક્ષણ પ્રપ્ત થાય. તથા બાળકોને સમવયસ્કો સાથે જ્ઞાન સાથે ગમ્મત કરતા જોવા મળતા હોય છે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું કે, અદ્યતન અને સુવિધા સભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણએ વિકસિત ભારત @ 2047ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે.

આંગણવાડી ભાવિ પેઢીનો મજબૂત પાયો

મુખ્યમંત્રી (Bhupendra Patel) એ રાજ્ય સરકારના સાહસ gpsc અને તેની ગ્રુપ કંપની દ્રારા CSR અંતર્ગત નિર્માણ થનારી 607 આંગણવાડી કેન્દ્રો અને નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવતા કહ્યું હતું કે આ નંદધર અને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધિ થશે. રાજ્યમાં આંગણવાડીના વિકાસ માટે તમામ પ્રકારના આયોજન પણ કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને કોઈપણ પ્રકારની અ વ્યવસ્થા ન થાય તેની પણ ખાસ કાળજી રાખવામાં આવશે. આ ઉપરાંત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ રાજ્ય સરકાર કરાવશે. આ કાર્યક્રમમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા તથા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અન્ય લોકો હાજર રહ્યા હતા.

રાજ્યમાં 45 લાખથી વધુ બાળકો જ્ઞાન મેળવી રહ્યા છે

રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધા સભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓની ચિતાર રજૂ કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનૂબેન બાબરીયાએ કહ્યું હતું કે, હાલ રાજ્યમાં 53 હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે. જેમાં 45 લાખથી વધુ બાળકો જ્ઞાન મેળવી રહ્યા છે.મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યું છે.ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.

 

Scroll to Top