Mahakumbh માં 51 કરોડ લોકોએ મુલાકાત લીધી,જાણો ભક્તિોએ શું કહ્યું……….

Mahakumbh 2025: મહાકુંભ મેળાને આજે 34મો દિવસ છે.આ સાથે જ મહાકુંભમાં ભક્તોની સંખ્યા 51 કરોડના શુંભ અંકને પાર થઈ ગયો છે.આ આંકડાને લઈ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ (Mahakumbh) માં ભક્તોના આંકડાને લઈ યોગી સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

મહાકુંભમાં 60 કરોડ કરતા વધુ લોકો આવ્યા

સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું મહાકુંભ (Mahakumbh) માં 60 કરોડ કરતા વધુ લોકોએ મહાકુંભ (Mahakumbh) માં આસ્થાની ડુંબકી લગાવી હતી.પરંતુ સરકાર આ આંકડા ઘટાડી રજૂ કરી રહી છે.તેમને વધુમાં કહ્યું ભવિષ્યમાં મીડિયા અથવા યુનિવર્સિટી આ મેળાના વહીવટ અને સંચાલન વિશે અભ્યાસ કરશે ત્યારે ખબર પડશે કે લોકો યોગ્ય વહીવટ અને સંચાલન કરવામાં નિષ્પળ રહ્યા હતા. કુંભમેળા (Mahakumbh) માં લોકોની સંખ્યા ઓછી ગણનાએ ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે.આ કુંભમેળા (Mahakumbh) માં અનેક પ્રકારની ખામીના કારણે વિશ્વમાં ઉત્તર પ્રદેશની છબીને ખૂબ જ ઠેસ પહોંચી છે.

કુંભમેળો થોડા દિવસ લંબાવામાં આવે

મેળાની ખરાબ વ્યવસ્થાને કારણે વીસ કિલોમીટર ચાલીને જવાને કારણે લાખો લોકો સંગમ સ્થાન સુધી પહોંચી શક્યા નથી. મોંઘવારીના કારણે ગરીબો કુંભમેળામાં પહોંચી શક્યા નથી. જ્યારે ટ્રાફિક જામ અને VIP કલ્સરના કારણે લાખો લોકો સંગમ કિનારે સ્નાન કરી શક્યા નથી.તેથી ઉત્તર પ્રદેશ સરકારને વિંનતી છે કે,કુંભમેળા (Mahakumbh) ને હજૂ થોડા દિવસ સુધી લંબાવવામાં આવે જેના કારણે જે લોકો સંગમના સ્નાનથી વંચિત રહી ગયા તે પહોંચી શકે.

 

 

 

 

 

Scroll to Top