5 May 2025 Rashifal : આજે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, અધૂરા કામ થશે

Daily Horoscope Aaj nu Rashi Bhavishya

કયા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશ શુભ અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? જાણો તમામ રાશિના જાતકોનું રાશિફળ

ગ્રહોની સ્થિતિ (Planetary Positions)

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

જન્મરાશિ : કર્ક (ડ.હ.) બપોરના 2 ક. 02 મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક બપોરના 2 ક. 22 મિ. સુધી પછી સિંહ

મેષ (Arise) (અ,લ,ઇ)
મેષ રાશિના જાતકોનું આજે ભાગ્ય ચમકશે. નવી નોકરી કે રોજગાર માટે કરવામાં આવેલા પ્રયાસો ફળદાયી રહેશે. નાણાકીય સ્થિતિ સુધરશે.

વૃષભ (Taurus) (બ,વ,ઉ)
વૃષભ રાશિના જાતકોને પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી વાતચીત આવે. બપોર પછી આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન (Gemini) (ક, છ, ઘ)
મિથુન રાશિના જાતકોને આજે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહો.

કર્ક (Cancer) (ડ,હ)
કર્ક રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. ભાગ્ય સાથ આપતા કામમાં સફળતા મલશે. ધનલાભ થશે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે.

સિંહ (Leo) (મ,ટ)
સિંહ રાશિના જાતકોને દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. કામમાં વિલંબ જણાય. બપોર પછી આપને સાનુકુળતા થતી જાય.

કન્યા (Virgo) (પ,ઠ,ણ)
કન્યા રાશિના જાતકોને દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકુળતા રહે. કામનો ઉકેલ આવતો જાય. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા રહે.

તુલા (Libra) (ર,ત)
તુલા રાશિના જાતકોને કાર્યની સાથે ઘર-પરિવાર, સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો રાહત રહે.

વૃશ્ચિક (Scorpio) (ન,ય)
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ખુશીનો દિવસ રહેશે. ભાગ્યના સાથથી આવકમાં વધરો થશે. લાંબા સમયથી રાહ જોવાતી કામગીરી પૂર્ણ થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે.

ધન (Sagittarius) (ભ,ફ,ધ,ઢ)
ધન રાશિના જાતકોને બપોર સુધી આપને બેચેની વ્યગ્રતા રહ્યા કરે. ત્યારબાદ આપને રાહત થતી જાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે.

મકર (Capricorn) (ખ,જ)
મકર રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. પરિવાર તરફથી સહયોગ મળશે. આર્થિક બાબતોમાં સારી પ્રગતિ થશે.

કુંભ (Aquarius) (ગ,શ,સ,ષ)
કુંભ રાશિના જાતકોને કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર દોડધામ શ્રમ વધે.

મીન (Pisces) (દ, ચ, ઝ, થ)
મીન રાશિના જાતકો જે વાતની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમાં આજે સફળતા મળશે. તમને તમારા પિતા અથવા ઘરના વડાનો સહયોગ મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top