Coldplay Concert: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ આ રૂટ હશે બંધ

Coldplay Concert: સમગ્ર દુનિયામાં કોલ્ડપ્લે કોન્સર્ટ ખુબ ચર્ચિત છે. આ કોલ્ડપ્લે (Coldplay Concert) ના દુનિયાભરમાં કરોડો ચાહકો છે.ત્યારે આ કોલ્ડપ્લે ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાવાનો છે. જેના પગલે દેશભરમાંથી અને ગુજરાતના વિવિધ જીલ્લામાંથી પણ લોકો અમદાવાદમાં આવશે.આ કોન્સર્ટમાં આવનાર પ્રેક્ષકોએ ટિકિટ પાર્કિંગની સાથે સાથે હોટલ રૂમ પણ બુક કરી દીધા છે.જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફૂલ થઈ ગયા છે.

1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે

અમદાવાદની હોટલોમાં મોટભાગના એડવાંસ બુકિંગ થઈ ગયા છે. જ્યારે કોલ્ડપ્લે (Coldplay Concert) ના કારણે હોટલોના ભાડા બે થી ત્રણ ગણી વધીને લાખ સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત જે લોકોને અમદાવાદમાં હોટલ ન મળતા લોકોએ શહેરની નજીક હોટલમાં બુક થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આણંદ, નડિયાદ અને ખેડાની હોટલો બૂક કરવામાં આવી છે.ત્યારે કેટલાક લોકો સ્ટેડિયમની સામેના વિસ્તારમાં આવેલા ઘરમાં નાઈટ સ્ટે માટે પૂછપરછ કરી રહ્યા છે.

અમદાવાદમાં હોટલો હાઉસફૂલ

25 અને 26 તારીખે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ (Coldplay Concert) ને સાંભળવા આખા દેશમાંથી લોકો આવવાની સંભાવના રહેલી છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષા કરવા માટે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસ સાથે nsg કમાન્ડોની ટીમ પણ જોડાશે. જ્યારે આ કર્યક્રમ માટે કૂલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.આ ઉપરાંત આખા સ્ટેડિયમમાં 270 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

25 અને 26 તારીખે યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ

સ્ટેડિયમની અંદર સાત કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે. દર્શકો મફત પાણીની વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરાયો છે.જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે. 15 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને BRTS, AMTS અને મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવશે. ટ્રાફિકની વ્યવસ્થા માટે 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. 5 વર્ષથી નાના બાળકો પ્રોગ્રામમાં લઈને જઈ શકાશે નહીં.

 

 

 

 

 

Scroll to Top