Jetpurમાં સાડીના બે કારખાનામાંથી NGOએ 31 બાળમજુરને છોડાવ્યા, બાળ કલ્યાણ વિભાગને બાળ મજૂરી ન દેખાઈ!

31 child laborers found during bachpan bachao ngo raids in two saree factories in jetpur

Jetpur News | જેતપુરમાં સાડીના બે કારખાનામાં કામ કરતા 31 બાળમજૂર મળી આવ્યા છે. NGOએ પોલીસને સાથે રાખી આ ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકોને પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી લાવી તેમની પાસે સાડી ફિનીશિંગ અને ઘડી, ઈસ્ત્રી સહિતનાં કામ કરાવવામાં આવતા હતા. બાળમજૂરો ઝડપાતા બાળમજૂરી નહીં કરાવવા અંગેની લોકજાગૃતિ અને તે અટકાવવા માટેના તંત્રના પ્રયાસો બિન અસરકારક હોવાની છાપ ઉપસી છે.

સાડી ઉદ્યોગ વિશ્વપ્રસિદ્ધ જેતપુર (Jetpur)ના ઉદ્યોગ વિસ્તારમાં સાડીઓની ઘડી ઇસ્ત્રીનું કામ કરતા કેટલાક કારખાનાઓમાં બાળમજૂરો (child laborer) હોવાની બાતમી મળતા ‘બચપણ બચાવો’ (Bachpan Bachao) સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી બે જુદા-જુદા કારખાનામાં દરોડો કર્યો હતો. જેમાં દાતાર તકિય પાસે નામ વગરના ચલાવતા સાડીના ફિનિશિંગ કારખાનામાંથી 25 જેટલા બાળમજૂરો અને ભાદરના સામા કાંઠે ખુલ્લા ફાટકની સામે આવેલા રાજહંસ ટેક્સટાઇલમાંથી 6 મળી કુલ 31 બાળમજૂરો મળી આવતા મુક્ત કરાવ્યા હતાં. આ તમામ બાળમજૂરોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લાવીને રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે.

ઠેકેદાર સહિત ત્રણ સામે ફરિયાદ
સાડીના કારખાનાઓમાં યુપી-બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરીકામ માટે લાવવામાં આવતા હતા. છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનું ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી. આ મામલે નામ વગરના કારખાનાના માલિક તબરેજ અંસારી તેમજ રાજહંસ ટેક્સટાઇલના માલિક દુર્ગેશ કુશવાહ અને તેના ઠેકેદાર અનિલકુમાર સોમારું સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાળ કલ્યાણ વિભાગને બાળ મજરી ન દેખાઈ!
‘બચપણ બચાવો’ સંસ્થાની દરોડાની કામગીને પગલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ખાતે 3 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી જેમાં કારખાનેદાર અને ઠેકેદાર સામેલ છે. એનજીઓ દ્વારા ફરિયાદી બની કારખાના માલિક સામે બાળમજૂરીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેતપુરમાં બાળ કલ્યાણ વિભાગને બાળકો પાસે કરવામાં આવતી મજૂરી દેખાતી નથી. જેતપુરના સાડી ઉદ્યોગમાં મોટી માત્રામાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે એવામાં આટલી મોટી સંવેદનશીલ ઘટના પ્રકાશમાં આવતા તપાસ જરૂરી બની છે.

બાળમજૂરીનાં ગુનામાં કેટલી સજા અને દંડ
15 વર્ષથી નીચેના બાળકોને મજૂરીએ રાખનાર ગુના પાત્ર છે. અને એની માટે 6 મહિનાથી 3 વર્ષ સુધીની જેલની સજા અને 20,000 થી લઈને 50,000 સુધીના દંડ ની જોગવાઈ છે. 15 વર્ષથી ઉપરના બાળકો પાસે હેઝાર્ડસ કામ કરવામાં આવે તો કાયદા મુજબ તે ગુનો છે. અને તેની માટે 15 દિવસનાં નોટિસ પીરિયડ પછી બાળમજૂરીની જેમ જ સજા અને દંડની જોગવાઈ છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top