Accident: ગીરસોમનાથમાં ગોજારો અકસ્માત,આહિર સમાજના ત્રણ યુવકનું ઘટના સ્થળે મોત

Accident News: મૌની અમાવસ્યાના દિવસે ગીરસોમનાથ જિલ્લામાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે.સોમનાથ – ઉના હાઈવે પર ભયાનક ગોજારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત (Accident) ઊના તરફથી આવતી કાર ટ્રક સાથે અથડાતા ત્રણના મોત થયા છે.મળતી માહિતી અનુસાર આ કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાંથી ત્રણના મોત થયા છે.આ આખી ઘટના કોડિનારના ડોળાસા નજીક દુર્ઘટના બની હતી.

કાર ટ્રક સાથે અથડાતા ત્રણના મોત

આ ભયાનક અસ્માત (Accident) ની ઘટના ઉના સોમનાથ હાઈવે પર કોડિનારના ડોળાસા નજીક બની હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત (Accident) એટલો ભંયકર હતો કે, સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણો નિકળી ગયો હતો. મૃર્તક યુવકને કારના પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.અકસ્માત બાદ 108 ઘટના સ્થળે પહોંચી હતી.

થોડા દિવસ પહેલા પાટણમાં અકસ્માતના કારણે બે લોકોના મોત થયા હતા

મલતી માહિતી અનુસાર અકસ્માત (Accident) બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાી હતી. જેના કારણે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોની ઓળખ ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઈ પુંજાભાઈ તરીકે થઈ હતી. આ બંન્ને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતી. જ્યારે સમગ્ર ઘટનામાં કાર અને ઈક્કોમાં સવાર અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

Scroll to Top