અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગોજારો અકસ્માત, 3 ના ઘટના સ્થળે મોત

રાજ્યમાં અનેક વિસ્તારમાં રોજ અનેક અકસ્માત સર્જાય રહ્યા છે. જેમાં રોજ અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે ફરી વહેલી સવારે ભંયકર અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માત ખેડા જીલ્લામાં સર્જાયો હતો. વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા બ્રિજ પાસે ગોજારો અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત થયા હતા.

કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત

અકસ્માત સર્જાતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.કારનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેની તરફ ટ્રક સાથે કાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. 5 વ્યક્તિઓમાંથી એક મહિલા અને 2 પુરુષના ઘટનાસ્થળે મોત થયા છે. નડિયાદ રુરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે છે. મૃતદેહોને નડિયાદ સિવિલિ હોસ્પિટલ લઈ જવાયા હતા.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો અકસ્માત

આ ઉપરાંત રાજકોટના જસદણના જુના પીપળિયા ગામ નજીક પણ અકસ્માત થયો હતો. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી હતી. અકસ્માતમાં કોઈ જાનહાની નથી. કારમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો. કાર ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.

Scroll to Top