Jalaram Bapa ના અપમાન સામે Gyanprakash Swamiને 24 કલાકનું અલ્ટીમેટમ | Lohana Samaj

Jalaram Bapa: જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ રઘુવંશી સમાજના આગેવાન રાકેશ દેવાણીએ મીડિયાને પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કોઈ સ્વામિનારાયણના સ્વામી વિરપુર ન ગયા હતા. વિરપુરમાં ખુદ ભગવાન જલારામ બાપાની પરીક્ષા લેવા આવ્યા હતા.જેમાં બાપા પાસ થયા હતા.બાપુની ગેરહાજરી હવા છતા વર્ષોથી સદાવ્રત ચાલુ છે.તમામ ધર્મના લોકો આ સદાવ્રતમાં ભોજન ગ્રહણ કરે છે.ખુદ ભગવાન પરીક્ષા લેવા આવ્યા હોય તેવા જલારામ બાપા પર બફાટ કરી રહ્યા છે.આ સાધું જલારામ બાપુના શરણોમાં દંડવત કરી માફી નહીં માગે તો અગામી દિવસોમાં ભારે વિરોધ જોવા મળશે.સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

Scroll to Top