⇒ મોરબી (Morbi)ના માળિયામાં અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી મારી ગયો
⇒ બોલેરો પીકઅપ પલટી જતા દંપતિનું મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
Morbi News | ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે (17મી એપ્રિલ) મોરબી (Morbi)ના માળિયામાં અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જતા દંપતિનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ (Halvad) હાઇવે ઉપર અણીયારી ટોલનાકા (Aniyari Toll Plaza) નજીક બોલેરો પીકઅપ ગાડી પલ્ટી મારી જતા બોલેરોમાં બેઠેલા કુલ 22 પૈકી 12 લોકોને ઇજાઓ પહોંચી હતી જ્યારે દંપતિના મોત થયા છે.
અકસ્માતમાં રામપરા તા.ધ્રાંગધ્રાના નિવાસી બેચરભાઈ જયંતીભાઈ ઉધરેજીયા ઉવ.22 ઘાયલ થયા હતા ત્યારે તેમણે માળીયા(મી) પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર ગઈ તા.15/04 ના રોજ બેચરભાઈ તેના પત્ની, પુત્ર અને તેના માતા-પિતા, સાસુ-સસરા, સાઢુંભાઈનો પરિવાર એમ અંદાજે 22 જેટલા સભ્યો કચ્છમાં કબરાઉ તથા અંજાર માતાજીના દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી પરત ફરથી વેળા માળીયા(મી) અણીયારી ટોલનાકા નજીક બોલેરો ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
બોલેરોમાં કુલ 22 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 12 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક જેતપર પીએચસી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેચરભાઈના સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા તથા સાસુ લક્ષ્મીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. હાલ માળીયા(મી) પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. હાઇવે ઉપર અકસ્માત સર્જાતા થોડો સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા પામેલા લોકોની યાદી
1. વિપુલ બાબુભાઇ ઉ. 27 રહે.થાન
2. જયંતિ ભીખાભાઇ ઉ.50 રહે.રાજાવડલા
3. બેચરભાઈ જયંતીભાઈ ઉ. 23
4. જયશ્રીબેન બેચરભાઈ
5. કિયાંશ ઓધવજીભાઈ રહે. થાન
6. નેહાબેન વિપુલભાઈ રહે. થાન
7. વર્ષાબેન વિપુલભાઈ રહે.થાન
8. બળદેવભાઈ રાણાભાઈ રહે. થાન
9. સોનલબેન ઓધવજીભાઈ
10. લઘુભાઈ વશરામભાઈ