સલમાન ખાન બાદ શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જોણો આરોપીએ ફોનમાં શું કહ્યું

 

સલમાન ખાન બાદ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. બોલિવૂડ એક્ટર સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. તેને વારંવાર ધમકી ઈમેલ અને ફોન પર ધમકી મળી છે. ભારતના બીજા સુપરસ્ટાર અભિનેત શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

રાયપુરથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો
મળતી માહિતી મુજબ અભિનેતા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો છે. આ દરમિયાન ખંડણીની માંગણી કરવામાં આવી છે. અહેવાલ અનુસાર ધમકિભર્યો ફોન રાયપુરથી આવ્યો છે. ફૈઝાન ખાન નામના વ્યક્તિએ શાહરૂખ ખાનને ધમકિ આપી છે.ફૈઝાન ખાને કિંગ ખાન પાસે ખંડણી માંગી છે.

પોલીસે તપાસ હાથધરી 

માહિતી મુજબ ફૈઝાન ખાન નામના વ્યક્તિએ ધમકીભર્યાો ફોન કર્યો હતો. યુવકે શાહરૂખ ખાનને ફોન કરીને પ્રોડક્શન કંપની રેડ ચિલીઝની ઓફિસમાં આવ્યો હતો. કિંગ ખાનને જાનથી મારી નાખવાની ધમકીભર્યા ફોન મળવા અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢ રાયપુર પહોંચી ગઈ હતી.જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું. પોલીસે લોકોની પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. સાયબર સેલની ટીમ પણ કામ કરી રહી છે. મોબાઈલ નંબર નકલી દસ્તાવેજોથી લેવામાં આવ્યો છે કે કેમ તે જાણવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે? હાલમાં આ મામલે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટૂંક સમયમાં આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

 

 

Scroll to Top