Kutch News: કચ્છના ભૂજમાં સોમવારે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દે તેવી ઘટના બની હતી. આ ઘટના કંઢેરાઈ ગામે વહેલી સવારે 18 વર્ષની ઈન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. આ યુવતી જિંદગીની 34 કલાકના મહાજંગ બાદ હારી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ (Fire brigade) સહિતની વિવિધ રેસ્ક્યુ (Rescue operation) ટીમ દ્વારા ઈન્દીરા મીણાને બહાર કાઢવાની તજવીજ ચાલી રહી છે.
ડેડબોડીને બહાર કાઢવામાં ફાયર બ્રિગેડ અસફળ રહી
મળતી માહિતી અનુસાર બોરવેલમાં ફસાયેલી 18 વર્ષીય યુવતીનું રેસ્ક્યું ઓપરેશન (Rescue operation) દરમિયાન મોત થયું હતું. રાત્રે રેસ્ક્યુ ચાલુ હતું ત્યારે યુવતીને બોરવેલમાંથી 300 ફૂટ બહાર આવતા ફરી નીચે જતી રહી હતી. હાલ તો આ યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મળતી માહિતી અનુસાર ડેડબોડી ફૂલી જવાથી બહાર કાઢવામાં હજી સુધી સફળતા મળી નથી.
કઈ રીતે યુવતી બોરમાં પડી હતી
રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ પિતરાઈ ભાઈ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતી યુવતી સોમવારે વહેલી સવારે સવા 5 વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ન આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઈએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામાં આવ્યું હતું.