Rajkot News: રાજકોટમાં રહેતી અને સાવરકુંડલા પંથકની મોડેલ ઉપર રીબડા ગામના યુવાને કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ મોડેલ ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આરોપ સાથેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
સુરતમાં રહેતી અને મૂળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહી મોડલિંગ કરતી હતી. થોડા દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામનો અમિત દામજી ખુંટ સંપર્કમાં આવી હતી. ત્યારે બાદ બંને અવાર-નવાર મળતા હતા.
દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમિત ખુંટ સગીરા સાથે એક જ્યુસની દુકાને ગયા અને જ્યુસમાં પીધું હતું. ત્યાર બાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને ભાનમાં આવી ત્યારે ગોંડલ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને બોલાવી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરાઈ છે.
હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. પોલીસ હાલ અમિત ખુંટને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.