ખેડા જિલ્લાના એક ગામમાં 14 વર્ષની કિશોરી બની સામૂહિક દુષ્કર્મનો શિકાર બની હતી. બકરી ચરાવવા ગયેલી ખેડામાં 14 વર્ષીય કિશોરી પર રણજીત તળપદા અને કિરણ તળપદા પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો હતો. કિશોરી ગર્ભવતી બનતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ કેસથી બચવા માટે આરોપીઓના કાકા ડાહ્યાભાઈ તળપદા પર કિશોરીને ડરાવીને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ગેરકાયદે ગર્ભપાત કરનારા તબીબ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર, બકરી ચરાવવા ગયેલી કિશોરી પર રણજીત તળપદા અને કિરણ તળપદાએ દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરોની હવસનો શિકાર બનેલી કિશોરી ગર્ભવતી થતાં આરોપીઓના કાકાએ તેમને બચાવવા માટે પીડિતાને ડરાવી ધમકાનીને વસોના તબીબ આર.આર.ભરવાડ પાસે લઈ જઈને ગર્ભપાત કરાવ્યો હતો.
પીડિતાના પરિવારનો આરોપ છે કે મામલાને દબાવવા માટે આરોપીઓ ધાકધમકી પણ આપતા હતા. જો કે બાદમાં ફરિયાદ કરતા લીંબાસી પોલીસે (Limbasi police station) પોક્સો એક્ટ (POCSO Act) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગર્ભપાત કરનાર વસોના તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
વસોના વિવાદિત ડોકટર આર.આર.ભરવાડ સામે ફરિયાદ નોંધાઈ છે, અગાઉ પણ ડોકટર ભરવાડ વિવાદોમાં આવ્યા છે અને ક્લિનિકમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા હોવાની ખબરો ફેલાઈ હતી.