12th failના અભિનેતા પાસે પહેલા 30 રૂપિયા નહોતા, હવે કરોડોનો માલિક

  • મિર્ઝાપુરથી ખ્યાતિ મળી હતી
  • કોફી ખરીદવા માટે 30 રૂપિયા પણ નહોતા
  • કુલ નેટવર્થ 20 થી 25 કરોડ રૂપિયા

બોલિવૂડમાં દરેક અભિનેતાનો સફળ થવાનો અલગ અલગ ઇતિહાસ રહેલો છે. ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા બહારના લોકોએ અહીં પહોંચતા પહેલા લાંબા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા સ્ટાર્સ માટે, ફિલ્મ ઉદ્યોગમાં પહોંચવું કોઈ ઉપલબ્ધિથી ઓછું નથી. આજે એવા અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે ટીવીમાં આવતા પહેલા ખુબ મહેનત કરી છે.

મિર્ઝાપુરથી ખ્યાતિ મળી હતી

2013માં આવેલી ફિલ્મ લૂટેરાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર વિક્રાંત મેસીએ બોલીવુડમાં ધુમ મચાવી રહ્યા છે. વિનોદ ચોપરાની 12મી ફેલ, ‘ફિર આયી હસીન દિલરૂબા’, ‘લવ હોસ્ટેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવૂડમાં આવતા પહેલા વિક્રાંતે નાના પડદા પર પણ ખુબ કામ કર્યું છે. હતું. પોપ્યુલર વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’થી ઘણી ખ્યાતિ મળી હતી. વિક્રાંતે પણ તેની કારકિર્દીના વર્ષો દરમિયાન ઘણી કમાણી કરી હતી.

કોફી ખરીદવા માટે 30 રૂપિયા પણ નહોતા

વિક્રાંત મેસીએ મીડિયા સાથે વાત કહ્યું કે, પહેલા તે એક કેફેમાં ટેબલ ક્લીનર તરીકે કામ કરતો હતો. વિક્રાંતે કહ્યું- ‘તે સમયે મારી પાસે મારા માટે એક કપ કોફી ખરીદવા માટે 30 રૂપિયા પણ નહોતા. મને નોકરી પર રાખનાર મહિલાએ ચેતવણી આપી હતી કે જો કોઈને ખબર પડી કે મેં સગીર છોકરાને નોકરીએ રાખ્યો છે તો મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે એટલું જ નહીં, જેલમાં પણ મોકલી દેવામાં આવશે.

કુલ નેટવર્થ 20 થી 25 કરોડ રૂપિયા

એક સમયે કેફેમાં ટેબલ સાફ કરનાર વિક્રાંત મેસી આજે મુંબઈમાં એપાર્ટમેન્ટનો માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંગલાની કિંમત 1.16 કરોડ રૂપિયા છે. અભિનેતા પાસે મર્સિડીઝ બેન્ઝ જીએલએસ, વોલ્વો એસ90 અને મારુતિ સ્વિફ્ટ ડીઝાયર જેવી લક્ઝુરિયસ કાર પણ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો વિક્રાંત તેની દરેક ફિલ્મ માટે 1 થી 1.5 કરોડ રૂપિયા લે છે અને તેની કુલ નેટવર્થ 20 થી 25 કરોડ રૂપિયા છે.

 

 

Scroll to Top