Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો,પોલીસે સુરક્ષા કરવાની ના પાડી….

Champions Trophy: પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. આ મોટી ICC ઈવેન્ટ 29 વર્ષ પછી પાકિસ્તાનમાં રમાઈ રહી છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) શરૂઆત થાય તે પહેલા અનેક વિવાદ થયા હતા. હવે નવો વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 100થી વધુ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોટ્ પ્રમાણે પોલીસકર્મીઓએ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં સુરક્ષાની નોકરી કરવાની ના પાડી દિધી છે.જેના કારણે આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

100 પોલીસ કર્મી થયા સસ્પેન્ડ

પંજાબ પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા આ પોલીસકર્મીઓ વારંવાર ફરજ પરથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં ફરજ બજાવવાની ના પાડી દીધી હતી. પંજાબ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, આ પોલીસકર્મીઓને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને હોટલની વચ્ચે ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે પંજાબ પોલીસના આઈજીપી ઉસ્માન અનવરે કહ્યું કે અમે મામલાની નોંધ લીધી છે.

પોલીસકર્મીઓએ લાંબી ફરજનો કર્યો વિરોધ

ઉસ્માન અનવરે વધુમાં કહ્યું કે અમે આ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી માટે તૈયાર કરી છે. આ પોલીસ કર્મી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આવા બાલિશ કૃત્યો ન કરી શકો. જો કે, બરતરફ કરાયેલા આ પોલીસકર્મીઓએ ફરજ કેમ ના પાડી? આ હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પોલીસકર્મીઓએ લાંબી ફરજનો વિરોધ કર્યો હતો.

 

 

 

Scroll to Top