હિમાચલ પ્રદેશ: CMના સમોસા કોણ ખાઈ ગયું?, જાણો સમગ્ર ઘટના

ભારત અને અમેરિકા બંને દેશોમાં સમોસાની ચર્ચા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સમોસા ક્રોકસ મજબૂત બન્યું છે. ભારતની અંદર હિમાચલ પ્રદેશમાં સમોસા કાંડ સામે આવ્યો છે. જેણે રાજ્ય સરકારમાં હલચલ મચાવી દીધી છે. સમોસાની ઘટના બાદ આ કેસની તપાસ CIDને સોંપવામાં આવી હતી. હવે તપાસનો રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં સામે આવ્યું છે કે, મુખ્યમંત્રી માટે સમોસા અને કેક મંગાવવામાં આવી હતી તે બીજી કોઈ નહીં પરંતુ સ્ટાફના કર્મચારીઓ ખાઈ ગયા હતા.

સમગ્ર મામલે CID તપાસ શરૂ કરવામાં આવી

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ 21 ઓક્ટોબરે CID હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેના માટે ત્રણ બોક્સમાં સમોસા અને કેક મંગાવવામાં આવી હતી. પરંતુ થયું એવું કે, સીએમને આપવાના બદલે સીએમના સ્ટાફને સમોસા અને કેક આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે CID તપાસ શરૂ કરવામાં આવી હતી.

cmને બદલે સીએમના સ્ટાફને સમોસા અને કેક આપવામાં આવ્યા

CIDના તપાસમાં સામે આવ્યું કે, મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા સમોસા અને કેક મુખ્યમંત્રીના સ્ટાફ ખાઈ ગયા હતા. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 21 ઓક્ટોબરે મુખ્યમંત્રી એક કાર્યક્રમ માટે CID હેડક્વાર્ટર ગયા હતા. ભૂલથી સીએમને બદલે સીએમના સ્ટાફને સમોસા અને કેક આપવામાં આવી હતી.

સરકારે તપાસના આદેશ આપ્યો નથી

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુના મુખ્ય મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે સમગ્ર મામલાને ખોટો પ્રચાર ગણાવ્યો છે. સરકારે આવી કોઈ તપાસનો આદેશ આપ્યો નથી. નરેશ ચૌહાણે કહ્યું કે, સરકારને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. સીઆઈડી વિભાગ તેના સ્તરે કેસની તપાસ કરી રહ્યું છે.

 

 

 

Scroll to Top