હવે તો શરમ કરો ભાજપ સરકાર, રાજ્યમાં ધોળા દાડે દિકરી પર દુષ્કર્મ

– દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર
– સગીરા પર 6 આરોપીએ દુષ્કર્મ કર્યું
– પોલીસે ફરીયાદ લઈ તપાસ હાથ ધરી

 

ગુજરાતમાં ભાજપની સરકારમાં કાયદા હોય તેવું લાગી રહ્યું નથી. જાહેરમાં હત્યા, દારૂ અને સામૂહિક બળાત્કારની ઘટના અવારનવાર બની રહી છે. ત્યારે હવે અંબાજીમાં સગીરા પર સામુહિક બળાત્કારની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દિધો છે. 15 વર્ષની સગીરા પોતાના બાપાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન 6 શખ્સો બાઈક પર બેચાડી યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર

દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર

બનાસકાંઠાના અંબાજી તાલુકામાં 15 વર્ષની યુવતી બાપાના ઘરે જઈ રહી હતી ત્યારે 6 નરાધમોએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તેની માતાને ખબર પડતા આ ઘટનાની અંબાજી પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ફરીયાદ મળતા પોલીસે આરોપીને શોધવા માટે તપાસ ચાલુ કરી છે. આ ઘટનામાં એક પણ આરોપી હજુ સુધી પકડાયો નથી. આ સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

સગીરા પર 6 આરોપીએ દુષ્કર્મ કર્યું

મળતી માહિતી અનુસાર સગીરાના જાણીતો વ્યક્તિ બાઈક પર બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ ગયા હતા. આ સગીરા સાથે એક,બે,નહીં પણ 6 – 6 આરોપીએ દુષ્કર્મ કર્યું હતું. પોલીસને આ અંગે જાણથતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ નરાધમોએ સગીરાને અર્ધબેભાન હાલતમાં ત્યાં જ અવાવરુ જગ્યા પર મૂકીને ભાગી ગયા હતા.

પોલીસે ફરીયાદ લઈ તપાસ હાથ ધરી

બનાસકાંઠા અને અંબાજી પોલીસે સમગ્ર કેસની તપાસ ચાલુ કરી છે. સગીરાને હોસ્પીટલ લઈ જવામાં આવી હતી જ્યા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અંબાજીમાં દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક લોકો પણ આરોપીને જલ્દી પકડવાની માંગ કરી રહ્યા છે. પરતું હજુ સુધીમાં એકપણ આરોપી પકડાયા નથી.

 

Scroll to Top