સ્વરૂપજીના પ્રચારમાં લવિંગજી ઠાકોરે કાઢ્યા ભુક્કા, ઠાકોર સમાજ વિશે કહી આ વાત

વાવ બેઠક પર બંન્ને પક્ષોએ જીતવા તનતોડ મહેનત ચાલુ કરી દિધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતા કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખેલ અપક્ષ બગાડી શકે છે. અપક્ષમાં જામાભાઈ ચૌધરી, માવજી પટેલ, અને ગેનીબેનના કુંટબી કાકાએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે. ત્યારે વાવનો જંગ કોણ જીતે તે તો આવનારો સમય જાણે.

સ્વરૂપજી ઠાકોરે એકતા સભામાં આ કહ્યું
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ભાજપ,કોંગ્રેસ સહિત અપક્ષ જોરસોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠાકોર એકતા સંમેલનમાં કહ્યું હતું કે, ઠાકોર સમાજને હાથ જોડી વિંનતી કરૂ છું કે, આપણે સ્વરૂપજી ઠાકોરને જંગી લીડથી જીતાડવાના છે. ઠાકોર સમાજના 95 ટકા મત ભાજપને મળવાના છે.

અન્યા સમાજે પણ ભાજપને મત આપ્યા – સ્વરૂપજી ઠાકોર
મોદિ સાહેબ, અમિત શાહ અને બનાસકાંઠાના તમામ નેતાઓ મળીને સ્વરૂપજીને ટિકીટ આપી છે. અન્યા સમાજે પણ ભાજપને મત આપ્યા છે. ત્યારે દિલ્લીમાં 15 વર્ષથી મોદી સાહેબ અને ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજનો એક પણ મત અન્ય પાર્ટીમાં જવો જોઈએ નહીં. આ ઉપરાંત અન્યા સમાજને પમ કહ્યું કે, વાવના વિકાસ માટે તમામ સમાજના લોકો ભાજપને મત આપવાનો છે. 2022ની વિધાનસભામાં થોડાક મતોએ સ્વપરૂજી હાર્યા હતા. પરંતુ આ ચૂંટણી આપણે જીતવાની છે.

 

ભાભરની ઠાકોર સમાજની વાડીમાં અલ્પેશ ઠાકોરે આગેવાનો સાથે બેઠક કરી
વાવ પેટાચૂંટણી વિધાનસભામાં બન્ને પક્ષો પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. બંન્ને પક્ષોના મોટા નેતાઓએ વાવમાં ધામા નાખ્યા છે. ત્યારે હવે ભાજપના દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાભર પહોંચ્યા હતા. ત્યા તેમણે ભાભરની ઠાકોર સમાજની વાડી ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
આ બેઠક પાછળનો હેતુ એ હતું કે, ઠાકોર સમાજ સ્વરુપજી ઠાકોરને સાથ સહકાર આપે અને સમર્થન જાહેર કરે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ બેઠક જીતવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા.

 

 

Scroll to Top