સ્ત્રી 2એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 857 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સોશ્યલ મીડીયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. શ્રદ્ધા કપૂર અગામી સમયમાં નવા ફિલ્મમાં જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર શ્રદ્ધા કપૂર ‘સ્ત્રી’ પછી ‘નાગિન’ બનવા જઈ રહી છે. નિર્માતા નિખિલ દ્વિવેદીએ પોતાનો આગામી ફિલ્મ નાગિન બનાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. નિર્માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રોલ માટે શ્રદ્ધા તેની પ્રથમ પસંદગી હતી.
ભારતીય લોકોને જૂની વાર્તા જાણવી ખુબ ગમે છે
આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરને ઘણા સમય પહેલા જ ફાઈનલ કરી દેવામાં આવી હતી. નિર્માતા નિખિલ દ્વિવેદીએ અપડેટ આપતા કહ્યું કે સ્ક્રિપ્ટ તૈયાર છે. તેને પૂર્ણ કરવામાં 3 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. 3 વર્ષમાં તેના પર ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ એવો છે કે ભારતીય લોકોને જૂની વાર્તા જાણવી ખુબ ગમે છે. નિર્માતાએ વધુમાં કહ્યું કે જ્યારે સ્પાઈડર મેન વ્યક્તિને કરડે છે ત્યારે લોકો ઉત્સાહિત થઈ જાય છે. જ્યારે સ્ત્રી નાગ બને છે ત્યારે તેને અલગ રીતે જોવામાં આવે છે.
શ્રદ્ધા કપૂર પણ નાગિન બનવા માટે ખૂબ જ ઉત્સાહિત
નિર્માતાએ જણાવ્યું કે શ્રદ્ધા કપૂર નાગીનના રોલ માટે ફિટ છે અને શ્રદ્ધા કપૂર પણ નાગિન બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે તેનું કાસ્ટિંગ થયું ત્યારે તે ખુબ આંનદમાં હતી.શ્રદ્ધા કપૂરનો સંપર્ક કર્યો તો તે તરત જ સંમત થઈ ગઈ હતી.
પલક તિવારીએ માલદિવમાં મજા માણી
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પલક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે . તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. આ બધાની વચ્ચે, પલક હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. પલકે તેની બ્લેક બિકીનીમાં સિઝલિંગ તસવીરો શેર કરીને તેના ચાહકોના દિલોદિમાગ વહોરી લીધા છે.