સમગ્ર દુનિયામાં સાયબર છેતરપિંડીના કેસ ખુબ સામે આવી રહ્યા છે. તેનો શિકાર ભારત અને ગુજરાતના અનેક ભોળા લોકો બની રહ્યા છે. ત્યારે સુરતમાં સામાન્ય લોકોના પૈસાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાસ થયો છે. સાયબર છેતરપિંડીનું નાણું રાખવામાં મદદગારી કરનારી ગેંગના ચાર સભ્યોની ગુજરાતની સુરત પોલીસે ધરપકડ કરી છે. 111 કરોડથી વધુની છેતરપિંડી કરવા માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને 623 બેન્ક એકાઉન્ટ્સ આપ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચાર આરોપીઓ સાયબર છેતરપિંડી કરનારાઓ સાથે કામ કરતી ગેંગનો ભાગ હતા. NCRPને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ 866 ફરીયાદ મળી હતી. સમગ્ર દેશમાં ગુનેગારો વિરુદ્ધ 200 FIR કરવામાં આવી છે.
ગુનેગારો વિરુદ્ધ 200 FIR કરવામાં આવી
સુરત પોલીસે કમિશન લીધા બાદ છેતરપિંડીના નાણાં પાર્ક કરવા માટે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ્સ પ્રદાન કરવામાં સંડોવાયેલા 8 લોકોની ધરપકડ કરી હતી. પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની પૂછપરછમાં વધુ આઠ લોકોનો ખુલાસો થયો હતો. જેમાંથી બે દુબઈમાં રહેતા હતા. તેઓ એવા ખાતાઓ પૂરા પાડવામાં સામેલ હતા જેનો ઉપયોગ સામાન્ય રીતે સાયબર ગુનાઓની આવકને લોન્ડર કરવા માટે થતો હતો.
623 બેંક ખાતાઓનું સંચાલન કરતા હતા
આરોપીઓ બેંક ખાતામાં નાણા માટે ખાસ કમિશનની વસૂલતા હતા. આરોપી સુરતમાં ઓફિસ અને અન્ય બે સ્થળોએ દરોડા પાડ્યા જેમા પોલીસે 28 મોબાઈલ ફોન, 198 બેંક પાસબુક, 100 ડેબિટ કાર્ડ, 35 ચેકબુક,258 સિમ કાર્ડ અને ત્રણ કોમ્પ્યુટર જપ્ત કર્યા છે. પોલીસને જાણવા મળ્યું કે, આ ટોળકી 623 બેંક ખાતાઓનું સંચાલન કરતા હતા. રૂ.111 કરોડના વ્યવહારો સામે આવ્યા હતા.
આરોપી દુબઈમાં રોકડ ઉપાડતા હતા
પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર આરોપી ફરાર છે. જેમાંથી વાઘેલા અને અજુડીયા હાલ દુબઈમાં છે. જ્યારે પોલીસે મોટા વરાછા ખાતેની ઓફિસ પર દરોડો પાડ્યો ત્યારે ત્રણેય સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો દ્વારા એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં જમા કરાવવામાં વ્યસ્ત હતા. પોલીસે જણાવ્યું હતું કે ફંડ ટ્રાન્સફર પૂર્ણ કર્યા બાદ તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને દુબઈમાં રોકડ ઉપાડતા હતા.