સુરતમાં સરકારની બેદરકારીના કારણે બે યુવતી બળીને ખાખ, ક્યારે થશે તપાસ?

  • ત્રણ યુવતીનો બચાવ કરવામાં આવ્યો
  • આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન
  • બે યુવતીનું આગના ધૂમાડાથી ગૂંગળમણના કારણે મોત

 

 

સુરત શહેરમાં આવેલ સીટી લાઈટ વિસ્તારમાં શિનપુજા અભિષેક નામની બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં સાંજે આકસ્મીક રીતે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, સ્યા સેન્ટરમાં કામ કરતી બે યુવતીનું આગના ધૂમાડાથી ગૂંગળમણના કારણે મોત થયું હતું. આ આગ એટલી વિકરાળ હતી કે, સ્યા એન્ડ સલુનમાં આગ લાગતા તમામ વચતુ બળીને ખાખ થઈ ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેતા સ્પા એન્ડ સલૂન સહિત નીચે આવેલું જિમ પણ ઝપેટમાં આવી ગયું હતું.

 

ત્રણ યુવતીનો બચાવ કરવામાં આવ્યો

આ સ્પામાં કામ કરતી મનીષા અને અનિશા નામની યુવતીનું શ્વાસ રૂંધાવાથી ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ યુવતીનો બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ બંન્ને યુવતી નોર્થ ઇસ્ટની રહેવાસી હતી. આ યુવતીઓ સ્પાની અંદર બનાવેલ રૂમની અંદર આવેલા બાથરૂમમાં ફસાઇ ગઇ હતી. બનાવની જાણ થતા સુરત ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા શહેરના પાંચ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 15 થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે આવી આગ બુજાવાની શરૂઆત કરી હતી.

આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન

ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સ્પા સેન્ટરની અંદર દાખલ થઈ બાથરૂમનો દરવાજો તોડી બંને યુવતીઓ બેભાન અવસ્થામાંથી બહાર કાંઠી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પીટલમાં ડૉકટરે આ બંન્ને યુવતીને મૃતક જાહેર કરી હતી. પોલીસને અકસ્માતની જાણ થતા ડીસીપી સુરત વિજય ગુર્જર અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. આગ લગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરતું પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.

 

 

 

 

 

Scroll to Top