સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂરની બની જોડી, આ ફિલ્મમાં જોવા મળશે સાથે

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાના છે, જો કે પહેલા એવા સમાચાર હતા કે બંને એક્શન થ્રિલર ફિલ્મ ‘સ્પાયડર’માં સાથે કામ કરશે, પરંતુ બાદમાં બંને રોમેન્ટિક-કોમેડી ફિલ્મનો ભાગ બન્યા. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બે અલગ-અલગ સંસ્કૃતિના લોકો વચ્ચેની લવ સ્ટોરી બતાવવામાં આવશે. આ પહેલી ફિલ્મ હશે જ્યારે જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ એકસાથે જોવા મળશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં જોવા મળશે

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. જો કે, પહેલા એવા સમાચાર હતા કે, બંને એક્શન થ્રિલર ફિલ્મ સ્પાયડરમાં સાથે કામ કરશે, પરંતુ બાદમાં બંને રોમેન્ટિક-કોમેડી ફિલ્મનો ભાગ બન્યા છે.

પરમ સુંદરી ફિલ્મમાં જોવા મળશે

વર્ષ 2022માં રિલીઝ થયેલી અભિષેક બચ્ચનની ‘દાસવીનું દિગ્દર્શન કરીને પોતાની ઓળખ બનાવનાર તુષાર એક અલગ જ સ્ટોરી સાથે બહાર આવ્યો છે. આ ફિલ્મનું શીર્ષક પરમ સુંદરી હશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે, અને જો બધુ પ્લાનિંગ પ્રમાણે ચાલ્યું તો ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં સિદ્ધાર્થ એક અમીર બિઝનેસમેનની ભૂમિકામાં છે અને જાહ્નવી એક આધુનિક અભિનેતાની ભૂમિકામાં છે.

જાહ્નવી કેરળની છોકરીની ભૂમિકા ભજવશે

આ ફિલ્મમાં સિદ્ધાર્થ ઉત્તર ભારતના છોકરાની ભૂમિકા ભજવશે અને જાહ્નવી દક્ષિણ એટલે કે, કેરળની છોકરીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની વાર્તા બે અલગ-અલગ સંસ્કૃતિના લોકોની લવ સ્ટોરી પર આધારિત હશે. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જોવી ખૂબ જ મજેદાર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું પહેલું શેડ્યૂલ દિલ્હીમાં શરૂ થશે, ત્યારબાદ આગળનું શૂટિંગ કેરળમાં થશે. બાકીનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં થવાનું છે.

Scroll to Top