અમદાવાદ:
અમદાવાદનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં છે. સરખેજ વિસ્તારના આ આશ્રમ પર ગત રાત્રે હરીહરાનંદ બાપુએ પોતાના 100 સમર્થકો સાથે કબજો મેળવી લીધો. આ દરમિયાન આશ્રમમાં ગાદીને લઇને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે.પહેલાં, આ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી બાપુ કરતાં હતા, અને તેમના જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુએ આ આશ્રમની સ્થાપના કરી હતી.
ભારતી આશ્રમ:-
મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના અવસાન પછી, આવા વિવાદો કોર્ટ સુધી પહોંચ્યા છે.જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુએ ચાર આશ્રમોની સ્થાપના કરી હતી. તેમના અવસાન બાદ, ત્રણ આશ્રમોનું સંચાલન હરીહરાનંદ બાપુના હસ્તે છે, પરંતુ સરખેજનો ભારતી આશ્રમ ઋષિ ભારતી બાપુના કબજામાં રહ્યો છે.
ઋષિ ભારતીએ હરિહરાનંદ પર દુષ્કર્મનાં આક્ષેપો કર્યા?
વિવાદોના વમળ વચ્ચે ઋષિ ભારતીએ હરિહરનંદ પર નર્મદા નજીક આવેલા આશ્રમમાં દીકરીઓ પર દુષ્કર્મ ગુજાર્યા હોવાના આરોપ લગાડ્યા છે.આ સાથે નર્મદા નજીક આવેલો આશ્રમ નર્મદા નિગમની જમીનમાં બનાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.