સદસ્યતા અભિયાનમાં BJPનું સૂરસૂરિયું, આ નેતા રહ્યા પ્રથમ નંબરે

ગુજરાતમાં ભાજપનું સૂરસૂરિયું થઈ ગયું છે. ભાજપે ગુજરાતમાં 2 કરોડ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ રાખ્યો હતો. તે માટે નેતાઓએ 2 સપ્ટેમ્બરના રોજ મોટા પાયે સદસ્યતા અભિયાનનુ ઉદ્ઘાટન પણ રાખ્યું હતું. સદસ્યો બનાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી. ત્યારે ભાજપના નેતાઓનું સૂરસૂરિયું થઈ ગયું છે. ગુજરાત ભાજપના તમામ નેતા 50% પણ સદસ્યો બનાવી શક્યા નહી. ચાલો જાણીએ સદસ્યતા અભિયાનમાં ક્યા નેતાનું કામ નબળું રહ્યું.

મનુસખ માંડવિયાએ સૌથી વધુ સદસ્યો

ભાજપમાંથી સૌથી વધુ સદસ્યો મનુસખ માંડવિયાએ બનાવ્યા હતા. જ્યારે બીજા સ્થાને પૂનમબેન માડમ રહ્યા હતા. તેમને જામનગરમાં સૌથી વધુ સદસ્યો બન્યા હતા. ત્યારબાદ ત્રીજા સ્થાન પર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ રહ્યા હતા. આ લિસ્ટમાં ચોથા સ્થાન પર હર્ષ સંઘવી રહ્યા હતા. ભાજપે સાંસદોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. પરંતુ ક્યા સાંસદે કેટલા સભ્ય બનાવ્યા તે કહેવામાં નથી આવ્યું. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના 25 સાંસદોને ઓછામાં ઓછા 5 લાખ વોટ મળ્યા હતા.

ભાજપ મહિલા મોરચાએ 14 લાખ સદસ્યો બનાવ્યા હતા

ભાજપના નેતાએ હોસ્પિટલમાં દર્દીઓ, શાળામાં વિધાર્થીને સદસ્યો બનાવ્યા હતા.આ અભિયાનમાં સૌથી ઓછું સદસ્યો ભાજપ મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. તેને લઈને ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ મહિલા મોરચાના પદાધિકારીઓને મિટિંગમાં ખખડાવી નાખ્યા હતા.મહિલા મોરચાને 66 લાખ સદસ્યો બનાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ મહિલા મોરચાએ 14 લાખ સદસ્યો બનાવ્યા હતા. જેના કારણે પાર્ટીમાં મહિલા મોરચાને નીચું જોવાનો વારો આવ્યો હતો. ત્યારે ભાજપ મહિલા મોરચાની નબળી કામગીરી જોઈને એવું લાગી રહ્યું છે કે, રાજ્યના સ્થાનિક કક્ષામાં મહિલાઓને કાર્ય કેવી રીતે કરવું તેની દોરવણી નથી આપી.કારણકે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જો સ્થાનિક કક્ષએ મહિલા મોરચો સક્રિય હશે તો તે ગામડાઓની મહિલાઓની સભા કરીને વોટબેંન્ક ઊભી કરવામાં મદદ કરી શકે છે.

 

Scroll to Top