સંજય રાઉતનો ચોંકાવનારો ખુલાસો, મોદી અને યોગી દેશને…..

– ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે
– મારા પર પણ દબાણ કરવામાં આવ્યું – સંજય રાઉત
– ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આક્ષેપ

 

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના હોબાળા વચ્ચે પાર્ટી અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, તેમના પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ માત્ર ભાગલા પાડવાના કામ કરે છે.

ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે

શિવસેના (UBT) નેતાએ કહ્યું, અમારા પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. અનિલ દેશમુખ અને અનિલ પરબ પર પણ દબાણ હતું. ભાજપના લોકો અમારા પર દબાણ કરી રહ્યા હતા. ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે અને હવે તેઓ બીજાને વહેંચી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને યોગીજીનો પરિવાર એક નથી અને તેઓ ભાગલા પડવાની વાત કરી રહ્યા છે. યોગીજી તેમના પરિવાર સાથે રહેતા નથી અને ભાગલાની વાત કરી રહ્યા છે. યોગીજી, ચાર ભાઈઓ અલગ-અલગ રહે છે અને વિભાજનની વાત કરે છે.

મારા પર પણ દબાણ કરવામાં આવ્યું – સંજય રાઉત

સાંસદ સંજય રાઉતે વધુમાં કહ્યું કે, પ્રફુલ પટેલ અને પ્રતાપ સરનાઈક જે કહી રહ્યા છે તેનો કોઈ અર્થ નથી. આ લોકોએ EDથી બચવા માટે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું ત્યારે મેં ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો. ઘણા લોકો પર પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું દબાણ હતું.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આક્ષેપ

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર તેના બટેંગે તો કટંગેના નારા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના ભાગલા પાડવા અને લૂંટવાના શાસક પક્ષના એજન્ડાને સફળ થવા દેશું નહીં. વધુમાં કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધના મુદ્દે મહાયુતિ સરકારમાં ખુબ વધીયા છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે લડકી બહિન યોજના હેઠળ આપવામાં આવતી માસિક આર્થિક સહાયનો શું ઉપયોગ?

Scroll to Top