વિમાનોને એક જ દિવસમાં 50 ધમકીભર્યા કોલ, વિદેશી કાવતરું કે, એરલાઇન સાથે રમત

ભારતીય એરલાઇન કંપનીઓને છેલ્લા 14 દિવસથી બોમ્બની ધમકીઓ મળી રહી છે. મુસાફરો સાથે ઉડતા ઓછામાં ઓછા 50 વિમાનોને બોમ્બની ધમકીઓ મળી હતી. એટલા બધા ધમકીભર્યા કોલ આવ્યા છે કે, એ સમજવું મુશ્કેલ બની રહ્યું છે કે, આ કોઈ વિદેશી કાવતરું છે કે, ખરેખર કોઈ મજાક કરી રહ્યું છે. આ ધમકીઓએ માત્ર એરલાઈન્સમાં જ નહીં પરંતુ મુસાફરોમાં પણ ફ્લાઈંગને લઈને ડર પેદા કર્યો છે.

 

17 ફ્લાઇટને બોમ્બની ધમકીઓ મળી હતી

છેલ્લા 14 દિવસમાં વિવિધ ભારતીય એરલાઇન્સની 350 થી વધુ ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળી છે. આમાંની મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આજે ઈન્ડિગોની 18 ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી. જ્યારે ‘અકાસા એર’ કહ્યું હતું કે, તેની 15 ફ્લાઈટને સુરક્ષા ચેતવણીઓ મળી હતી અને સંપૂર્ણ તપાસ કર્યા બાદ તમામને ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. વિસ્તારાને તેની 17 ફ્લાઇટને બોમ્બની ધમકીઓ મળી હતી.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લઈ રહ્યા છીએ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જાહેરાત કરી છે કે, તેઓ બોમ્બની ખોટી ધમકી આપનારા લોકોને ઉડાન પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. નાયડુના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર આ જોખમોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને ગુપ્તચર બ્યુરોની પણ મદદ લઈ રહી છે.

નાગરિક ઉડ્ડયન કાયદામાં નવી પોલીસી બનશે
રામમોહન નાયડુના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન કાયદામાં બે ફેરફારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ, આવી પ્રવૃત્તિઓનો આશરો લેનારાઓને સખત સજા કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે અને બીજું, આવા લોકોને ઉડાન પર પ્રતિબંધ મૂકવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે પણ આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

Scroll to Top