બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 3ને લઈને ખુબ ચર્ચામાં છે. ભૂલ ભુલૈયામાં વિદ્યા ફરી એકવાર મંજુલિકા તરીકે પાછી ફરી છે. દિવાળીના અવસર પર ફિલ્મ રિલીઝ થાય તે પહેલા વિદ્યા ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. પ્રમોશન વચ્ચે તેને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે તેના પ્રારંભિક કારકિર્દી વિશે વાત કરી છે. વિદ્યાએ જણાવ્યું કે, કેવી રીતે એક ફિલ્મમેકરે તેની કુંડળી જોઈને તેને ફિલ્મમાંથી કાઢી મુકી હતી.
કુંડળી જોઈને હું બહાર ફેંકાઈ ગઈ – વિદ્યા બાલન
વિદ્યા બાલને કહ્યું કે, મને નથી ખબર કે, પ્રોડ્યુસરને મારી કુંડળી ક્યાંથી મળી કારણ કે, તેમની પાસે મારી જન્મતારીખ અને જન્મ સમય નથી. નિર્માતાએ કહ્યું કે, અત્યારે ખરાબ સમય છે, તમે થોડા દિવસ પછી આવો એવું કહી મને બદલી નાખી. પરંતુ તેણે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં. વિદ્યાએ તેની કુંડળી સાથે જોડાયેલી એક વર્ષ જૂની ઘટના શેર કરી. વિદ્યા કહ્યું કે, મેં એક તમિલ ફિલ્મ કરી હતી. એ ફિલ્મ માટે થોડા દિવસો સુધી શૂટિંગ કર્યું અને પછી મારી બદલી કરવામાં આવી હતી.
6 મહિના સુધી અરીસામાં મારો ચહેરો નથી જોયો
વિદ્યાએ કહ્યું હું મારા માતા-પિતા સાથે ચેન્નાઈમાં તેમની ઓફિસે ગઈ હતી. તેમણે મને ફિલ્મની કેટલીક ક્લિપ્સ બતાવી અને કહ્યું, ‘જુઓ, હિરોઈન હોઈ એવું લાગે છે. તેન અભિનય આવડતો નથી, ડાન્સ આવડતું નથી. મેં આ ફિલ્મ માટે થોડું જ શૂટિંગ કર્યું હતું. મેં 6 મહિના સુધી અરીસામાં મારો ચહેરો નથી જોયો. મને લાગ્યું કે, હું ખરાબ દેખાઈ રહ્યો છું. હું યુવાનોને કહેવા માંગુ છુ, કે
તમારે બહાર નીકળવું પડશે, બહાર આવવું પડશે, પરંતુ હંમેશા બોલવામાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો.