વાવ બેઠક પર બંન્ને પક્ષોએ જીતવા તનતોડ મહેનત ચાલુ કરી દિધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતા કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખેલ અપક્ષ બગાડી શકે છે. અપક્ષમાં જામાભાઈ ચૌધરી, માવજી પટેલ, અને ગેનીબેનના કુંટબી કાકાએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે. ત્યારે વાવનો જંગ કોણ જીતે તે તો આવનારો સમય જાણે.
ભાભરની ઠાકોર સમાજની વાડીમાં અલ્પેશ ઠાકોરે આગેવાનો સાથે બેઠક કરી
વાવ પેટાચૂંટણી વિધાનસભામાં બન્ને પક્ષો પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. બંન્ને પક્ષોના મોટા નેતાઓએ વાવમાં ધામા નાખ્યા છે. ત્યારે હવે ભાજપના દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાભર પહોંચ્યા હતા. ત્યા તેમણે ભાભરની ઠાકોર સમાજની વાડી ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
આ બેઠક પાછળનો હેતુ એ હતું કે, ઠાકોર સમાજ સ્વરુપજી ઠાકોરને સાથ સહકાર આપે અને સમર્થન જાહેર કરે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ બેઠક જીતવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા.
100 ટકા મતદાન કરવા ઠાકોર સમાજને કરી અપીલ – કેસાજી
દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું કે, ઠાકોર સમાજના જેટલા પણ મત હોય એટલા સ્વરૂપજીને મળવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ઠાકોર સમાજે 100 ટકા મતદાનું કરવાની અપીલ કરી છે. ઠાકોર સમાજે અલ્પેશજી લવિંગજી અને કસાજી જેવા મોટા મોટા નેતા બનાવ્યા છે. આપણે આ ચૂંટણી જીતવી જ પડશે નામ તેની નાદ એ નિશ્ચિત છે એટલે આપણે આ ચૂંટણી જીતવી જ પડશે. તમણે વધુમાં કહ્યું કે, સમાજના હિત અને રાજકારણ માટે થઈને આ ચૂંટણી આપણે જીતવી જ પડશે.