વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભરાયા

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં કુલ 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભરાયા છે. ભાજપ તરફથી 6ઉમેદવારોએ 6 ફોર્મ ભર્યા છે. તેનું મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસ તરફથી 2 ઉમેદવારો દ્વારા 6ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.

12 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
કંઈ પણ ચૂંટણીમાં અપક્ષ મહત્વની ભુમિકામાં હોય છે. આ ચૂંટણીમાં 12 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં પટેલ સમાજમાંથી જામાભાઈ ભુરાભાઈ પટેલ અને માવજીભાઈ છતરાભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ભાજપે સ્વરૂપજી ઠાકોર મેદાને
વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. આજે કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું. ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાંની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

23 નવેમ્બરે મતગણતરી યોજાશે

ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે.

Scroll to Top