વાવ પેટા ચૂંટણી: આ અપક્ષ ઉમેદવારે ભાજપ અને કાંગ્રેસનું ફોર્મ રદ કરવાની કરી માગણી, જોણો શું છે, સમગ્ર ઘટના

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર ચાલુ થઈ ગયો છે. ત્યારે રોજ રોજ નવા જૂની જોવા મળે છે. ક્યારેક અપક્ષ ઉમેદવારીના સમાચાર સામે આવે છે. તો ક્યારેક નેતા બેફામ ભાષણ બોલીને ધ્યાન ખેંચતો હોય છે. તેવામાં હવે અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કર્યો છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કર્યો
અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ ફોર્મ ચકાસવાની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો છે. તેમણે ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવ્યો છે. નમુના 26નું સોગન નામું કરવા માટેનું સ્ટેમ્પ પરમાર સ્વરૂપજી સરદારજીના નામે છે જેનો વાંધો રજૂ કરાયો હતો.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના મતદાર યાદીના પ્રમાણપત્ર સામે પણ વાંધો રજુ કરાયો છે. કોંગ્રેસના ઉમેદવારે મતદાર યાદીમાં નામ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ નથી કર્યું નથી. અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ના ફોર્મ રદ કરવાની માગણી કરી છે.

માવજી પટેલે NewsRommGujratiને શું કહ્યું

માવજી પટેલે NewsRommGujrati સાથે વાત કરતા કહ્યું કે, હું ફોર્મ પાછુ ખેંચવાનો નથી હું વાવની જનતા માટે કામ કરવા માંગુ છું. મે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરીયું છે. જનતા નારાજ થાય એવું કામ નહીં કરૂ. 99 ટકા લોકો કહે છે કે, ફોર્મ પાછું ખેંચવાનું નથી. જ્યારે 1 ટકા લોકો કહે છે કે, ઉંમર થઈ ગઈ છે હવે અપક્ષ ચૂંટણીના લડો. પ્રજા માટે કામ કરતો રહ્યો છું. ગરીબ, શોષિત, નબળા વર્ગના લોકો માટે કામ કરવાનું છે.

 

Scroll to Top