વાવ પેટાચૂંટણી: મોરવાડા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપને નુકશાનીના એંધાણ

– 9 હજાર ઠાકોર અને 8 હજાર ચૌધરી સમાજના વોટ
– મોરવાડા સીટ પર દલિત સમાજનું પણ મોટું પ્રભુત્વ
– મોરવાડાના ઠાકોર સમાજના લોકો કોંગ્રેસ સાથે રહશે તેવું સર્વેનું તારણ

 

બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીના પરીણામ આવતી કાલે આવવાના છે. ત્યારે evmમાં કોની કિસ્મત ચમકશે તે તો અગામી 24 કલાકમાં ખબર પડી જશે. પરંતુ પરીણામ પહેલા ન્યુઝ રૂમ ગુજરાતી વાવ વિધાનસભામાં આવતી તમામ જીલ્લા પંચાયતનો સર્વે કરવામાં આવ્યો છે. જેમા અનેક ચોકવનારો સર્વે સામે આવ્યા છે. જેમા મોરવાડા જિલ્લા પંચાયત સીટ પર કોણ બાજી મારશે. આ જીલ્લા પંચાયત પર કોંગ્રેસ માટે ફાયદાકારક રહેવાની છે. ત્યારે નજર નાખ્યે મોરવાડા જિલ્લા પંચાયત સીટના આંકડા પર

સર્વે પ્રમાણે ઠાકોરો 60 ટકા કોંગ્રેસ સાથે રહશે

મોરવાડા જિલ્લા પંચાયત સીટનો સૌથી મોટો સર્વે સામે આવ્યો છે. આ પંચાયત સુઈગામ તાલુકામાં આવેલી છે. અહીં સૌથી વધુ ઠાકોર સમાજના મત આવેલા છે. જેમા 9 હજાર ઠાકોર અને 8 હજાર ચૌધરી સમાજના વોટ છે. આ સીટ પર દલિત સમાજનું પણ મોટું પ્રભુત્વ રહેલું છે. સર્વેમાં સામે આવ્યું છે કે ઠાકોર સમાજના લોકો કોંગ્રેસ સાથે રહેશે. આ વિસ્તારમાં ગેનીબેનનું નામ મોટું હોવાથી ઠાકોરો સમાજ કોંગ્રેસને મત આપશે.

ગેનીબેનના કારણે કોંગ્રેસ સાથે રહશે ઠાકોરો: સર્વે

સર્વે પ્રમાણે મોરવાડા સીટ પર પણ મોટા ઉલટફેરની સ્થિતિ સર્જાઈ શકે છે. ભાજપની વોટબેન્ક ચૌધરી સમાજ માવજી બા સાથે જોડાયેલી છે. તેથી અહીં ભાજપને નુકશાન થઈ શકે છે. જ્યારે 60 ટકા ઠાકોરો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. આ સીટ પર ચૌધરી સમાજના મોરવાડા સીટ પરથી ભાજપને ફક્ત 30થી 35 ટકા મત મળશે. આ સીટ પર ત્રણેય ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે. આ સીટ હાર જીતનું ફેકટર સાબિત થઈ શકે તેમ છે.

Scroll to Top