વાવ પેટાચૂંટણી: ગેનીબેનના ગઢમાં માવજી ‘બા” નું વર્ચસ્વ

– સણવા જિલ્લા પંચાયત સીટ પર 21 હજારથી વધુ ઠાકોર સમાજના મત
– ચૌધરી સમાજના પણ સણવા જિલ્લા પંચાયત સીટ પર 5 હજાર મત
– ગેનીબેનનો ગઢ છતાં સણવા માંથી ભાજપને મળશે લીડ: સર્વે

બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે હવે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે. તેવામાં ત્રણેય ઉમેદવાર જીતની આછા રાખી રહ્યા છે.
ત્યારે ન્યુઝ રૂમ ગુજરાતી વાવ વિધાનસભામાં આવતી તમામ જીલ્લા પંચાયતનો સર્વે કરવામાં આવ્યો છે. જેમા ખુબ ચોકવનારા તારણો સામે આવ્યા છે. જેમા સણવા જિલ્લા પંચાયત સીટ પર કોણ બાજી મારશે. આ જીલ્લા પંચાયત પર ત્રણેય ઉમેદવારની નજર રહેલી છે. નજર નાખ્યે સણવા જિલ્લા પંચાયત સીટના આંકડા પર

ચૌધરી સમાજના પણ સણવા જિલ્લા પંચાયત સીટ પર 5 હજાર મત

ત્રણેય ઉમેદવારનું ભાવિ સણવા જિલ્લા પંચાયત સીટના મતના પેટન આધારે નક્કી થશે. સણવા જિલ્લા પંચાયત સીટ પર 21 હજારથી વધુ ઠાકોર સમાજના મત રહેલા છે. આ ઉપરાંત ચૌધરી સમાજના આ પંચાયતમાં 5 હજાર મત આવેલા છે. તેથી ભાજપ અને માવજી પટેલને સીધો ફાયદો થાય તેમ છે. ચોકવનારા સર્વે સામે આવ્યો છે. ગેનીબેનનો ગઢ છતાં સણવા માંથી ભાજપને લીડ મળવાની શક્યતા રહેલી છે.

1000 થી 1200 મતની લીડ મળી શકે છે

આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 1000 થી 1200 મતની લીડ મળી શકે છે. જ્યારે સણવા જિલ્લા પંચાયત સીટ પર ચૌધરી સમાજના મત ભાજપને મોટી નુકસાની કરશે. ભૂતકાળમાં ભાજપને મળતા મત માવજી બા લઇ જશે. સર્વે મુજબ અપેક્ષા પ્રમાણે આ સીટ પરથી ભાજપને નહિ મળે લીડ. સણવા જિલ્લા પંચાયત સીટ ત્રણેય પક્ષો ખુબ જ નજીકથી જોઈ રહી છે. ત્યારે હવે પરીણામ આવ્યા બાદ જાણવા મળશે કે આ બેઠક પર કોનું વર્ચસ્વ જામશે.

વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

 

 

 

Scroll to Top