વાવમાં ત્રિપાંખીયો જંગ, ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મેદાને

વાવ વિધાનસભા બેઠક પર આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ફોર્મ પરત ન ખેંચતા વાવમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. હવે વાવ બેઠક પર ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે સીધી ટક્કર થશે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૌધરી સમાજના મતોનું ધ્રુવિકરણ થશે. તેના કારણે કોંગ્રેસને સીધો ફાયદો થવાની સંભાવના રહેલી છે. જ્યારે ભાજપને મોટું નુકસાન થવાના સંકેત મળી રહ્યા છે.

માવજી પટેલ ફોર્મ પરત ન ખેંચતા વાવનો જંગ બન્યો રોચક

વાવ બેઠક પર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જામા ભાઈ ચૌધરી, ગેનીબેનના કુંટૂબી કાકા ભુરા ઠાકોરે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિકોણીયો જંગ જામવાનો છે. હવે જોવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં કોણ કોનો ખેલ બગાડે છે. આ અસ્તત્વની લડાઈમાં કોણ વાવની બાજી મારશે તે તો હવે 13 નવેમ્બરે ખબર પડશે.

માવજી પટેલે NewsRommGujratiને શું કહ્યું

માવજી પટેલે NewsRommGujrati સાથે વાત કરતા કહ્યું કે, હું ફોર્મ પાછુ ખેંચવાનો નથી હું વાવની જનતા માટે કામ કરવા માંગુ છું. મે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરીયું છે. જનતા નારાજ થાય એવું કામ નહીં કરૂ. 99 ટકા લોકો કહે છે કે, ફોર્મ પાછું ખેંચવાનું નથી. જ્યારે 1 ટકા લોકો કહે છે કે, ઉંમર થઈ ગઈ છે હવે અપક્ષ ચૂંટણીના લડો. પ્રજા માટે કામ કરતો રહ્યો છું. ગરીબ, શોષિત, નબળા વર્ગના લોકો માટે કામ કરવાનું છે.

 

 

Scroll to Top