વાવના રણમેદાનમાં ગેનીબેનની એન્ટ્રી, અમે ફેલ થઈએ તો…….

વાવ વિધાનસભાની પેટચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. બંન્ને પક્ષોના મોટા નેતા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ તરફથી અલ્પેશજી ઠાકોર, લવિંગજી ઠાકોર, અને કસાજી ઠાકોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર, ઠાકરશી રબારી, કે.પી ગઢવી જેવા સ્થાનિક નેતા પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે વાવમાં સાસંદ ગેનીબેન ઠાકોરે તેજસ્વી તારલાના સતકાર સંમેલનમાં સભાને સંબોધન કરી હતી.

આગળ વધવું હોય તો સતત મહેનત કરતી રહેવી પડે છે

ગેનીબેન ઠાકોરે એક કાર્યક્રમમાં કહ્યું કે, જીવનમાં આગળ વધવું હોય તો સતત મહેનત કરતી રહેવી પડે છે. અમે રોજ ચૂંટણીમાં હારીએ તોઈ આભાર, અને જીત્યે તોય આભર માનવો પડે છે. પરીણામ અણધાર્યું આવ્યું હોય તો બીજા વર્ષે ફરીથી તક મળે છે. જ્યારે અમે નિષ્ફળ જાઈએ તો 5 વર્ષ પછી તક આવતી હોય છે. કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે મહેનત, ધિરજ,સહનશક્તિ અને સાંભળવાનો આગ્રહ રાખવો પડે છે.ખુબ માનસિક રીતે મજબુત થવું પડતું હોય છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કર્યો

અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ ફોર્મ ચકાસવાની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો છે. તેમણે ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવ્યો છે. નમુના 26નું સોગન નામું કરવા માટેનું સ્ટેમ્પ પરમાર સ્વરૂપજી સરદારજીના નામે છે જેનો વાંધો રજૂ કરાયો હતો.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના મતદાર યાદીના પ્રમાણપત્ર સામે પણ વાંધો રજુ કરાયો છે. કોંગ્રેસના ઉમેદવારે મતદાર યાદીમાં નામ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ નથી કર્યું નથી. અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ના ફોર્મ રદ કરવાની માગણી કરી છે.

Scroll to Top