- લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને મહાનુભાવો લંચ કરશે
- બન્ને દેશોના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે
- TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ ભારતની પ્રથમ મુલાકાત છે. આજથી અમે ભારત અને સ્પેનની ભાગીદારીને એક નવી દિશા આપી રહ્યા છીએ. અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. C-295 એરક્રાફ્ટની પ્રોડક્શન ફેક્ટરી આ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધો તેમજ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ મિશનને મજબૂત બનાવશે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને મહાનુભાવો લંચ કર્યો
PM મોદી, સ્પેનના PM વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને દેશોના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરી છે. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા સાથે કરોડોના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી પણ હાજર રહ્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને મહાનુભાવો લંચ પણ કર્યુ હતુ. પેલેસમાં લંચ લીધા બાદ PM મોદી અમરેલી જશે.
TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું
PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતા. આ પહેલા તેમણે TATA એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને દેશોના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી.