રોહિત શર્માની કઈ વાત ગંભીર નથી જાણતો, કોચે કર્યો ખુલાસો

-રોહિત શર્માએ સ્પષ્ટતા કરી નથી
– જસપ્રિત બુમરાહા ટીમનો કેપ્ટન
– હાલમાં મારી પાસે કોઈ માહિતી નથી – ગંભીર 

 

પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત વચ્ચે સારો તાલમેલ છે. હાલમાં મારી પાસે કોઈ માહિતી નથી કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં. રોહિતે ટીમના મુખ્ય કોચને પણ સ્પષ્ટપણે કશું કહ્યું નથી. રોહિતે કહ્યું નથી કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટને લઈને તેની શું યોજના છે? તેઓ ઉપલબ્ધ થશે કે નહીં?

રોહિત શર્માએ સ્પષ્ટતા કરી નથી

રોહિત શર્મા વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમી શકે. આ અંગે વધુ સ્પષ્ટતા માટે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ રોહિતને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે રોહિત તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

ગૌતમ ગંભીર પણ વાતથી અજાણ

ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિતની ઉપલબ્ધતા અંગે પૂછવામાં આવ્યું હતું. 125 કરોડ ભારતીયને આશા હતી કે, ગંભીરને ખબર હશે. પરંતુ આ વાત કોચ સાહેબ પણ એટલું જાણતા હતા જેટલું આખું ભારત જાણે છે. રોહિતની ઉપલબ્ધતા અંગેના સવાલ પર ગંભીરે કહ્યું. કે રોહિત પર્થમાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં તે અંગેનો નિર્ણય સિરીઝની શરૂઆત પહેલા લેવામાં આવશે. તેણે એ પણ સ્વીકાર્યું કે રોહિત કદાચ નહીં રમે.

જસપ્રિત બુમરાહા ટીમના કેપ્ટન

રોહિત તરફથી હજુ સુધી કંઈ સ્પષ્ટ જવાબ આવ્યો નથી. ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો રોહિત નહીં રમે તો તેના સ્થાને વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહ ટીમની કમાન સંભાળશે.

 

 

Scroll to Top