રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ સાથેના 9 વર્ષના સંબંધનો અંત, આ 4 ખેલાડીને રીટન કરી શકે છે

IPLની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંત નહીં દેખાઈ. ખેલાડી રીટન કરવાની ડેડલાઈન પહેલા પંત દિલ્હીથી અલગ થઈ ગયા છે. આ બંને વચ્ચે છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલા સંબંધોનો અંત આવ્યો છે. પંતે 2016માં દિલ્હી તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે આ ફ્રેન્ચાઇઝીનો એક ભાગ હતો. પંત અલગ થઈ રહ્યો છે પરંતુ દિલ્હીએ અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સહિત 4 ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીએ પંતને છોડવાનો નિર્ણય કર્યો – રીપોટ

મીડિયા રીપોટ અનુચાર ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રિટેન્શનને લઈને ઘણા રાઉન્ડની ચર્ચા થઈ હતી.પરંતુ બંને વચ્ચે કોઈ સહમતિ થઈ શકી ન હતી અને હવે દિલ્હીએ પંતને છોડવાનો નિર્ણય કર્યો છે. પંત ટીમનો કેપ્ટન બની રહેવા માંગતો હતો. આ ઉપરાંત પંતે ટીમના માલિકો પાસેથી અનેક માંગ કરી હતી.

દિલ્હી પંતની આગેવાનીમાં એક જ વખત પ્લેઓફમાં પહોંચી

પંતને 2021માં દિલ્હીએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પંતના કાર્યકાળ દરમિયાન દિલ્હી માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી અને ત્રીજા સ્થાને રહી હતી. પંત આ વખતે નવી ટીમમાં જોવા મળશે અને શક્ય છે કે, તે મેગા ઓક્શનમાં ભારતનો સૌથી મોંઘો ખેલાડી બની શકે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો તેને ખરીદવાની રેસમાં છે.

4 ખેલાડીઓને રિટેન કરે તેવી શક્યતા

દિલ્હી કેપિટલ્સ 4 ખેલાડીઓને રિટેન કરે તેવું સામે આવી રહ્યું છે. જેમાં પ્રથમ રિટેનશન સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ રહેશે, જ્યારે બીજી રિટેન્શન સ્પિનર ​​કુલદીપ યાદવની રહેશે. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી દક્ષિણ આફ્રિકાના ઉભરતા બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને પણ રીટન કરી શકે છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવશે.

Scroll to Top