સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ,ફલાવરપાર્ક સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વઘુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે.
12 વર્ષથી વઘુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે.બાયોડાયવર્સીટી પાર્કમાં 12 વર્ષથી વઘુની વયનાએ મુલાકાત લેવા હવે રુપિયા 50 ચૂકવવા પડશે. 17 ઓકટોબર-2024થી આ ભાવવધારો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા અમલી પણ બનાવી દેવાયો છે.
12 વર્ષથી વઘુની વયના લોકોએ રુપિયા 50 ચૂકવવા પડશે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલફુટઓવરબ્રિજ ઉપરાંત અલગ અલગ છ જેટલાં પાર્કસ અને ગાર્ડન આવેલા છે. રિવરફ્રન્ટ વેસ્ટ તરફ ઉસ્માનપુરા પાર્ક, બી.જે.પાર્ક, ફલાવરપાર્ક, બાયોડાયવર્સીટી પાર્ક તથા રિવરફ્રન્ટ ઈસ્ટ તરફ સુભાષબ્રિજ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કનો સમાવેશ થાય છે. રિવરફ્રન્ટનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યુ,છેલ્લા ઘણાં સમયથી રિવરફ્રન્ટ ખાતે આવેલા પાર્કસ, ગાર્ડન તથા અટલફુટ ઓવરબ્રિજની ટિકીટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 21 ઓકટોબરની પ્રોજેકટ કમિટીની તથા 15 ઓકટોબર-2024ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં ટિકીટના દરમાં નજીવો વધારો કરાયો છે
શૈક્ષણિક પ્રવાસ માટે 1 ના બદલે 5 રુપિયા એન્ટ્રી ફી
શૈક્ષણિક પ્રવાસ માટે અગાઉ રુપિયા એકના બદલે રુપિયા પાંચ એન્ટ્રી ફી વસૂલાશે.સિનીયર સિટીઝન પાસેથી અગાઉ પ્રવેશ ફી રુપિયા પાંચ લેવાતી હતી.જે હવે રુપિયા દસ વસૂલવામાં આવશે.