રામ મોકરિયાએ પુરવઠા વિભાગની બેઠકમાં બોલાવી છટાછટી, આ મુદ્દે અધિકારીને લૂલો બચાવ

 – કલેકટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
– કલેકટરને ખરાબ અનાજના નમૂના આપ્યા
– અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી

 

રાજકોટ કલેકટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ થી ઓક્ટોબર -૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીના સભ્યો, ધારાસભ્ય સાંસદ સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કલેકટરને ખરાબ અનાજના નમૂના આપ્યા

બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી બોલાવીહતી.રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા હતા. હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવા માંગ કરી હતી .રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલકેટરને સોંપવામાં આવી. સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે અને ક્યાં ભેળસેળ થાય તે તપાસ કરવા માંગ કરી છે.

કલેકટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા

રામ મોકરિયાની રજૂઆતને લઇ કલેકટર દ્વારા તાત્કાલિક પુરવઠા અધિકારીને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સડેલું અનાજ લઈને પહોંચ્યા હતા અને કલેકટરને નબળી ગુણવત્તાનું અનાજ બતાવ્યું હતું. કલેકટર દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

Scroll to Top