રામાસ્વામી Trumpની પહેલી પંસદ, કેબિનેટમાં મસ્ક સાથે કરશે કામ

ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જબરદસ્ત એક્શન મોડમાં છે. રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા જ તેમણે અનેક મહત્વના પદો પર નિમણૂકો કરી છે. તેમણે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને પણ તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. તેમને ટેસ્લાના CEO એલોન મસ્કની સાથે DOGE વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા રામાસ્વામીએ અચાનક જ રેસમાંથી હટી ગયા અને ટ્રમ્પને ટેકો આપ્યો. ત્યારથી તેમની ગણના ટ્રમ્પના વફાદારોમાં થવા લાગી છે.

કેબિનેટમાં મસ્ક સાથે કરશે કામ

લેબર ડે વીકએન્ડ પર જ્યારે ન્યૂ હેમ્પશાયરમાં એક મતદાતાએ રામાસ્વામીના ધર્મ વિશે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે હું હિંદુ છું અને મને તેનો ગર્વ છે. હું કોઈપણ પ્રકારની માફી માંગ્યા વિના આ માટે ઊભો છું. મને લાગે છે કે હું ધાર્મિક સ્વતંત્રતાના રક્ષક તરીકે વધુ ઉત્સાહી બનીશ. હું હિંદુ છું. મને શીખવવામાં આવ્યું છે કે ભગવાને આપણને બધાને અહીં એક હેતુ માટે મોકલ્યા છે. હું નકલી હિંદુ નથી. હું મારી કારકિર્દી માટે ખોટું બોલી શકતો નથી.

રામાસ્વામી અમેરિકા ફર્સ્ટના સમર્થક

રામાસ્વામી અમેરિકા ફર્સ્ટના સમર્થક છે. તે સમયાંતરે તેનો પ્રચાર કરતો રહે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેન્સરગ્રસ્ત સંઘીય અમલદારશાહીમાં ફસાઈ જવાને બદલે સરકારે તેનાથી દૂર રહેવું જોઈએ. ચીનના વધતા વર્ચસ્વથી અમેરિકા પણ ખતરામાં છે. આ અમારી મુખ્ય વિદેશ નીતિ માટે ખતરો હશે. તેથી તેનો ઉકેલ શોધવાની જરૂર છે.

રામાસ્વામી મૂળ કેરળ રાજ્યના વતની

39 વર્ષના વિવેક રામાસ્વામી ટેક સેક્ટરના મોટા બિઝનેસમેન છે. તેમનો જન્મ તમિલ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વિવેક રામાસ્વામીના માતા-પિતા કેરળથી અમેરિકા આવ્યા હતા અને બાળપણમાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તેનો ઉછેર ઓહિયોમાં થયો હતો. તેઓ રોમન કેથોલિક શાળામાં ગયા પરંતુ તેમના પરિવાર સાથે મંદિર દર્શન કરવા જાઈ છે.
તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં ડિગ્રી મેળવી.2023માં તેમની કુલ સંપત્તિ $63 કરોડની આસપાસ હતી.

Scroll to Top