રાજસ્થાનના સીકરમાં ગોજારો અકસ્માત, 10 લોકોનું ઘટના સ્થળે મોત

રાજસ્થાનના સીકરમાં મંગળવારે એક ગોજારો અકસ્માત થયો હતો. જિલ્લાના લક્ષ્મણ ગઢ કલ્વર્ટ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસનું અકસ્માત થયું હતું. જ્યારે ખાનગી બસને ખુબ નુકશાન થયું હતું. આ બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ અને 10 લોકોનું મોત. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. કલ્વર્ટ પાસે હાજર રહેલા લોકોએ કહ્યું કે, બસે અચાનક કાબુ ગુમાવ્યો અને દિવાલ સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં 10 લોકોના મોત
અકસ્માતના કારણે બસને નુકશાન થયું છે. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્ચી હતી. સીકર શહેરના ડીએસપી શાહીન સી અને એડીએમ રતન કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી. સીકરના એસપીના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 20 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

 

Scroll to Top