સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે પાકને ખુબ નુકસાન થયું છે. આ નુકસાનને પહોંચ્ચી વળવા માટે રાજકોટ સહકારી બેંક ખેડુતોની વ્હારે આવી છે. બેંકના ચેરમેન જ્યેશ રાદડિયાએ મોટી જાહેરાત કરી છે . રાજકોટ અને મોરબી જીલ્લાના ખેડુતો માટે 1 હજાર કરોડની લોન જાહેર કરી છે. આ બેંન્ને જીલ્લાના 2 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે. ખેડૂતોને ઓછામાં ઓછી 10 હજાર અને વધુમાં વધુ 50 હજારની લોન મળશે. આ લોન બંને જીલ્લાના ખેડૂતોને વગર વ્યાજે મળશે. જ્યારે બેંક પર અંદાજે 100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે. આ ઉપરાંત 1 હજાર કરોડની લોન સામે 100 કરોડનું વ્યાજ બેંક વહન કરશે.
વધુમાં વધુ ખેડૂતોને 50 હજારની મળશે લોન
તેમણે વધુમાં કહ્યું કે, આ બેંક ખેડુતોની છે. કોઈપણ સમયે ખેડુતોને મુશ્કેલી પડશે ત્યારે આ બેંક તેમની સાથે હશે. ખેડુતોને કોઈપણ મુશ્કેલી પડે તો તેની માટે રાજકોટ સહાકારી બેંક ઉભી છે. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના રાહત પેકેજ પર પણ કહ્યું કે, આ સરકારનો નિર્ણય છે. જ્યારે ખેડુતોનો પાક નિષ્ફળ થયો ત્યારે મેં સરકારને રજૂઆત કરી હતા. રાહત પેકેજ અને આ લોનને કંઈ લેવા દેવા નથી.