સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત
ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા
રકારી લાભ ખાટવા હોસ્પિટલે સ્ટેન્ડ મૂક્યાનો બોરીસણાના સરપંચે આક્ષેપ કર્યો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. તેમજ જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી દીધાંનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે.
સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત
કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું કહ્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ ઠાલવીયો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ થવા વ્યાજબી છે. ડૉકટરના કહેવા પ્રમાણે દર્દી સ્ટેન્ડ મૂક્યા પછી દર્દીનું મોત થયું હતું. મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત દર્દીના સગા સંબઘીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. 5 દર્દીઓ હજુ પણ ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. . 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. હોસ્પિટલે સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી લાભ ખાટવા હોસ્પિટલે સ્ટેન્ડ મૂક્યાનો બોરીસણાના સરપંચે આક્ષેપ કર્યો છે.
ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા
હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયુ છે. સમગ્ર ઘટનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખુબજ ગંભીર છે. PMJAYની ખોટો દુરૂપયોગ કરનાર યુનિટની તપાસના આદેશ અપાયા છે. આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ‘સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.