મેગા ઓક્શનમાં આ ખેલાડીએ ધમાલ મચાવી, IPL ના તમામ રેકોર્ડ તોડ્યા

વિકેટકિપર બેટર અને ભારતીય ટીમનો સુપરસ્ટાર રિષભ પંત માટે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે પંત મેગા ઓક્શનનો હિસ્સો બન્યો હતો. આ મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરડો રૂપિયાની જંગી રકમથી પંતને ખરીદિયો હતો. આ જંગી રકમ બાદ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી

તમામ ક્રિકેટ પંડિતોની ધારણા મુજબ પંતની હરાજીમાં જોરદાર બોલી જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તેને ખરીદવા માટે શરૂઆતથી બોલી લગાવી હતી. જ્યારે તેની સાથે સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કેકેઆરની ટીમે બોલી લગાવી હતી. પરંતું LSGએ આ તમામ ટીમોને પછાડી લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી પંતને ખરીદી લીધો હતા.

છેલ્લા 9 વર્ષથી દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો હતો

રિષભ પંત છેલ્લા 9 વર્ષથી દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો હતો. પરંતુ દિલ્હીએ તેને IPL 2025 માટે ટીમમાં ન રાખ્યો. પંત હરાજીમાં આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ખરીદ છે પરંતુ એવું બન્યું નહીં. મજાની વાત એછે કે ચેન્નાઈ સુપર કિંગ્સે એક પણ બોલીના લગાવી.રિષભ પંતે વર્ષ 2016માં દિલ્હી કેપિટલ્સ તરફથી IPLમાં ડેબ્યું કર્યું હતું. જોરદાર પ્રદર્શનના કારણે પંત 2021માં વિરાટ કોહલી,સ્ટીવ સ્મિથ, સુરેશ રૈના પછી સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. પંતે અત્યારસુધીમાં 111 મેચમાં 35.31ની સરેરાશથી 3284 રન બનાવ્યા છે. રિષભ પંત IPLમાં કેપિટલ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. લાસ્ટ IPL સિઝનમાં તેણે 13 મેંચમાં 446 રન બનાવ્યા હતા. આઈપીએલમાં અત્યાર સુધીમાં 18 અડધી સદી અને 1 સદી પણ ફટકારી છે.

ભારતીય ટીમનો સ્ટાર બેટર

ઈન્ડીયા અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર વિકેટકીપર ઋષભ પંત દિલ્હીની સ્થાનિક ટીમમાં શાનદાર પ્રદર્શન કરીયું હતુ. તે નાના ફોર્મેટમાં મોટા શોટ મારવામાં પારંગત છ. આ પ્રદર્શનને જોતા દિલ્હી કેપિટલ્સે 2016થી ટીમમાં શામેલ કર્યો હતો. ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે 111 મેચમાં 3284 રન બનાવ્યા છે.

Scroll to Top