મિત્રને હાર્દિક અભિનંદન, ભારત અને અમેરિકાની ભાગીદારી મજબુત બનશે – મોદી

– હવે કોઈ યુદ્ધ થશે નહીં
– ડોનાલ્ડ ટ્રમ્પને 277 ઈલેકટોરલ વોટ્સ મળ્યા હતા
– ટ્રમ્પે ઈલોન મસ્કની પ્રશંસા કરી

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને 277 ઈલેકટોરલ વોટ્સ મળવીને ટ્રમ્પે રેકોર્ટ સર્જયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.

મારા મિત્રને હાર્દિક અભિનંદન

પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા આપતા કહ્યું કે, ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મારા દોસ્તને હાર્દિક અભિનંદન. તમારો કાર્યકાળ ખુબ સારો રહે અને ધારી સફળતા મળે. ભારત અને અમેરિકાના વ્યાપક વાશ્વિક અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને સાથે મળી નવીનીકરણ કરવા માટે ઉત્સુક છું.

ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા ખુબ જુની

દુનિયા જાણે છે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા ખુબ જુની છે. પીએમ મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ટ્રમ્પને મત કરવાની અપીલ કરી હતી. જો કે, તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે કોઈ યુદ્ધ થશે નહીં

જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આજે એક સ્ટારનો જન્મ થયો છે. આ એક રાજકીય જીત છે જે અમેરિકાએ પહેલા ક્યારેય જોઈ ન હતી. હું તમારા માટે દરરોજ અને મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. જ્યાં સુધી સુરક્ષિત, મજબૂત અને સક્ષમ અમેરિકા બનાવશું. હવે કોઈ યુદ્ધ થશે નહીં.

 

 

 

Scroll to Top