માવજી પટેલ ભાજપ પર કેમ લાલઘુમ થયા? જાણો કારણ

ભાજપે માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

5 નેતાઓએ માવજી પટેલને સમર્થન આપ્યુ

સ્વરૂપજી ઠાકોરને ગેનીબેન 15, 601 મતથી હરાવ્યા હતા

 

વાવ પેટાચૂંટણીમાં મતદાન જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ રોજ નવા ધડાકા થાય છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પ્રચારમાં ધુમ મચાવી રહ્યા છે. માવજી પટેલના ધુમ પ્રચારને કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના આ ખેલ થી વાવ વિધાનસભામાં રાજકારણ ગરમાયું છે.

ભાજપે માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

માવજી પટેલને સમર્થનમાં આવેલા પાંચ ચૌધરી નેતાઓને ભાજપે ગઇકાલે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ પાંચેપ નેતા ભજપના ઉમેદવાર સ્વરૂપજીને હરાવવા માટે મેદાને ઉતરીયા છે. આ નેતાઓએ માવજી પટેલને જીતાડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. એક મોટી સભામાં આ 5 નેતાઓએ ખુલ્લુ સમર્થન આપ્યું છે.

5 નેતાઓએ માવજી પટેલને સમર્થન આપ્યુ

વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજીને ટિકીટ આપ્યા બાદ ભાજપ નેતા માવજી પટેલ નિરાશ થઇ ગયા હતા, અને તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ગઇકાલે મોટી કાર્યવાહી કરતાં માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, એટલુ જ નહીં માવજી પટેલ સાથે અન્ય પાંચ ચૌધરી નેતાઓને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. હવે આ પાંચેય નેતાઓએ એક જાહેરસભા સંબોધીને માવજી પટેલને સમર્થન આપ્યુ છે.

વાવ બેઠકોનો ઈતિહાસ

વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

 

Scroll to Top