માવજી ચૌધરી મામલે ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું યજ્ઞેશ દવેએ

– પ્રદેશ ભાજપના નેતાઓના બનાસકાંઠામાં ધામા
– અશ્વિન બેન્કર હેમાંગ પટેલ કીર્તિ સિહ વાઘેલા સહિતના નેતાઓ હાજર
– ભાજપનું નેતૃત્વ તેને મનાવાના કરી રહ્યું છે પ્રયાસ: યજ્ઞેશ દવે

 

વાવ બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસમાં અસ્તવની લડાઈ બની ગઈ છે. બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ વાવ પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટીકિટ આપી છે. આ ઉપરાંત 17 અપક્ષ ઉમેદવારેએ ઉમેદવારી નોંધાવી છે.

અશ્વિન બેન્કર હેમાંગ પટેલ કીર્તિ સિહ વાઘેલા સહિતના નેતાઓ હાજર

વાવ પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ભાજપે હવે વાવ બેઠક જીતવા માટે કમર કસી લીધી છે. ત્યારે આજે પ્રદેશ ભાજપના નેતાઓના બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. પાલનપુરમાં ચડોતર નજીક ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમા પ્રદેશ પ્રવકતા યજ્ઞેશ દવે અશ્વિન બેન્કર હેમાંગ પટેલ કીર્તિ સિહ વાઘેલા હાજર રહ્યા હતા.

ભાજપનું નેતૃત્વ તેને મનાવાના કરી રહ્યું છે પ્રયાસ: યજ્ઞેશ દવે

વાવ ચૂંટણી કેવી રીતે જીતશે તેનું ગણિત સમજાવાયું હતું. માવજી ચૌધરીની અપક્ષ દાવેદારીને લઇ યજ્ઞેશ દવેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, માવજીભાઈ ભાજપના નેતા છે. ભાજપનું નેતૃત્વ તેને મનાવાના પ્રયાસ કરી રહ્યું છે. માવજી ચૌધરી ભાજપમાં શિસ્તબદ્ધ રીતે રહ્યા છે અને રહશે.

 

Scroll to Top