મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: રાજકારણમાં બલિદાન માટે કોઈ સ્થાન નથી આવું કેમ કહ્યું અખિલેશ યાદવે , જાણો કારણ

 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની વિવિધ પાર્ટીઓએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ રાજ્યમાં બેઠકોની વહેંચણીથી નારાજ જોવા મળ્યા છે. તેમણે મહાવિકાસ અઘાડી (MVA)ને ચેતવણી આપ્તા કહ્યું કે, રાજકારણમાં બલિદાન માટે કોઈ સ્થાન નથી.

રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ સીટોની વહેંચણી નક્કી કરશે, પહેલા અમે ગઠબંધનમાં રહેવાનો પ્રયાસ કરીશું. પરંતુ મહાવિકાસ અઘાડી અમને ગઠબંધનમાં નહીં રાખે તો, અમે ચૂંટણી લડીશું. જ્યાં અમને મત મળશે ત્યાં કામ કરશું. અમે એવું બેઠક પર ચૂંટણી લડીશું જેનાથી ગઠબંધનને નુકસાન નહીં થાય પરંતુ રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી.

5 બેઠકો નહીં આપવામાં આવે તો અમે 25 તારીખે ચૂંટણી લડીશું – અબુ આઝમી

મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ કહ્યું કે, અત્યારસુધીમાં સીટોની વહેંચણી થઈ જવી જોઈએ. મહાવિકાસ અઘાડી તરફથી કોઈ વાત સામે આવી નથી. અમે ક્યારેય મતોનું વિભાજન ઇચ્છતા નથી. અમે ઇચ્છીએ છીએ કે મહા વિકાસ અઘાડી જીતે.જો અમને 5 બેઠકો નહીં આપવામાં આવે તો અમે 25 તારીખે ચૂંટણી લડીશું,

Scroll to Top