મહારાષ્ટ્ર વિધાનસભા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નવી નવી ઘટના સામે આવી રહી છે. કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એનસીપી નેતા બાબા સિદ્દિકીનો દીકરો અને મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દિકીએ પંજાનો હાથ છોડી ઘડિયાળ પકડિ છે. મુંબઈમાં અજીત પવારની હાથે ખેંચ પહેરી એનસીપીમાં જોડાઈ ગયા છે. આ સાથે સાથે અજીત પવારે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બાંદ્રા મત વિસ્તારમાંથી જીશાન સિદ્દિકીને ઉમેદવાર પણ બનાવી દીધો છે.
NCP નેતાનો આભાર
ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા જીશાન સિદ્દિકી હવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા વિરુદ્ધ બાંદ્રા(પૂર્વ) સીટ પરથી ચૂંટણી મેદાને ઉતરશે. એનસીપીમાં સામેલ થયા બાદ જીશાન સિદ્દિકીએ કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે ભાવનાત્મક દિવસ છે. હું અજીત પવાર, પ્રફૂલ્લ પટેલ, સુનીલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં પર વિશ્વાસ કરવા માટે આભારી છું.
જીશાન સિદ્દિકીની પ્રતિક્રિયા આવી સામે
ગઈ ઓગસ્ટે જીશાન સિદ્દિકીને કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઠ્યો હતો. જીશાન હવે ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા વિરુદ્ધ બાંદ્રા(પૂર્વ) સીટ પરથી ચૂંટણી મેદાને ઉતરશે. NCPમાં સામેલ થયા બાદ જીશાન મિડીયા સામે કહ્યું કે, મારા પરીમાર માટે આ ખાસ પળ છે. આજનો દિવસ ખુબ જ ભાવનાત્મક છ. હું અજીત પવાર, પ્રફૂલ્લ પટેલ, સુનીલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં પર વિશ્વાસ કરવા માટે આભારી છું
કોંગ્રેસે પાર્ટીમાંથી સ્પેન્ડ કર્યા હતા
મહારાષ્ટ્રની ગત વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતા જીશાન સિદ્દિકીને પક્ષમાંથી દુર કર્યા હતા.મહાવિકાસ અઘાડીએ બાંદ્રા (પૂર્વ)થી તેના ઉમેદવાર તરીકે અન્ય રાજકારણીને જાહેર કર્યા પછી જીશાન સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતાં.