મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે વિવિધ પ્રકારના વચનો આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ મોટા વચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રના ખેડૂતો માટે ઐતિહાસિક પગલાં લેવા જઈ રહી છે.
રૂ. 6000ની MSPનો વાયદો
રાહુલ ગાંધી ચૂંટણી વચન આપતા કહ્યું કે પહેલા 7000 પ્રતિ ક્વિન્ટલ MSP અને સોયાબીન માટે બોનસ, સોયાબીનના વાજબી ભાવ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને કપાસ માટે પણ યોગ્ય MSPની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં કહ્યું કે છેલ્લી ત્રણ ચૂંટણીઓથી ભાજપ સોયાબીન માટે રૂ. 6000ની એમએસપીનું વચન આપી રહ્યું છે, પરંતુ આજે પણ ખેડૂતો પોતાના લોહી અને પરસેવાથી ઉગાડવામાં આવેલ સોયાબીન રૂ. 3000-4000માં વેચવા મજબૂર બન્યા છે. મહાવિકાસ આઘાડીની સરકાર ખેડુતોને તેમના હક્ક અને મહેનતનું ફળ આપશું.
ત્રણ મોટા વાયદા
1)7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ MSP અને સોયાબીન માટે બોનસ
2)ડુંગળીના વાજબી ભાવ નક્કી કરવા સમિતિ
3)કપાસ માટે પણ યોગ્ય MSP
મહાવિકાસ અઘાડીનો મેનિફેસ્ટો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ઘણા મોટા વાયદા કર્યા છે. મહાવિકાસ અઘાડીના પાંચ મોટા વચનોની વાત કરીએ તો તેમાં ખેડૂતોને મદદ, સમાનતા, સમૃદ્ધિ, મહાલક્ષ્મી યોજના, કુટુંબ સુરક્ષા અને બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 4000ની આર્થિક સહાયનો સમાવેશ થાય છે.
મહિલાને મહિને 3000 રૂપિયા
MVAએ મહિલાઓને દર મહિને 3000 રૂપિયા અને મહિલાઓને મફત બસ મુસાફરી. કુટુંબ સુરક્ષા માટે પરિવારને 25 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા ઉપરાંત, દર્દીઓને મફત દવાઓ પણ મળશે.મહારાષ્ટ્રમાં MVA સરકાર બનશે તો રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 4000 રૂપિયા મળશે.
158 સીટો નક્કી કરશે રાજ્યમાં સત્તાની ચાવી
2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં બે પક્ષો હતા. મહાયુતિ અને મહા વિકાસ આઘાડી, જે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ સામે લડી રહ્યા હતા. એનસીપી શિવસેના સામે લડી રહી હતી. પરંતુ, 2019 પછી સમીકરણ બદલાયું અને મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં ત્રણ-ત્રણ પક્ષોનું ગઠબંધન થયું. આથી 2024ની વિધાનસભા ચૂંટણીમાં સીધી લડાઈનું સમીકરણ સર્જાયું છે.